News of Monday, 23rd March 2026
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીનું પરિણામ જાહેરઃ ૧૮ પુરૂષ અને પ મહિલા મળી કુલ ર૩ ઉમેદવારો ચૂંટાયા
અમદાવાદમાંથી છ, રાજકોટમાંથી બે, સુરતના છ, જામનગર-ભાવનગર--મહેસાણા, નર્મદા, સુરેન્દ્રનગર-વલસાડના એક-એક ઉમેદવારોની જીતઃ બે કોઓપ્ટ સભ્યો લેવાશેઃ બાદમાં વિવિધ કમિટીઓની રચના કરી ચેરમેન-વાઇસ ચેરમેન સહિતના હોદ્્ાઓ જાહેર કરાશે

રાજકોટ તા. ર૩ :.. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીના ૧ર દિવસની મતગણતરી પુરી થયા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થયું હતું. બાર કાઉન્સીલ દ્વારા જાહેર થયેલ પરિણામ મુજબ ૧૮ પુરૂષ ઉમેદવારો અને પાંચ મહિલા ઉમેદવારો મળીને કુલ ર૩ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
જેઓને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. તેમાંથી (૧) એ. એ. અંસારી, (ર) જે. જે. પટેલ, (૩) દિલીપભાઇ પટેલ, (૪- પરેશભાઇ વાઘેલા, (પ) મનોજભાઇ ઉનડકટ (૬) કરણસિંહ વાઘેલા (૭) ભાવેશભાઇ રબારી (૮) હિતેશભાઇ રબારી (૯) પી. ડી. પટેલ (૧૦) નિમીષાબેન ધ્રાંત્રે (૧૧) દિપેનભાઇ દવે (૧ર) અનિલભાઇ કૈલ્લા, (૧૩) અનિરૂધ્ધસિંહ ઝાલા (૧૪) વંદનાબેન ભટ્ટ (૧પ) જીજ્ઞેશભાઇ પટેલ (૧૬) કિશોરભાઇ ત્રિવેદી (૧૭) શેખ ઝાંકી (૧૮) શંકરસિંહ ગોહિલ (૧૯) ભરતભાઇ ભગત (ર૦) હરેશભાઇ નાકરાણી (ર૧) અમૃતાબેન ભારદ્વાજ (રર) પ્રીતીબેન જોષી તથા (ર૩) હિરલબેન પાનવાલાનો સમાવેશ થાય છે.
ઉપરોકત પરિણામ જોતા અમદાવાદમાંથી છ, સુરતમાંથી છ, રાજકોટમાંથી બે, જામનગર-એક, ગાંધીનગર -બે, ભાવનગર, મહેસાણા, વલસાડ, નર્મદા, સુરેન્દ્રનગર, વલસાડના એક-એક મળીને કુલ ર૩ ઉમેદવારો બાર કાઉન્સીલમાં ચૂંટાયા છે.
ગુજરાત બાર કાઉન્સીલની મતગણતરી તા. ૧૦ માર્ચ શરૂ થયેલ હતી. અને ૧ર દિવસના અંતે આખરી પરિણામ જાહેર કરવામાં આવતાં કુલ ર૩ સભ્યો ચૂંટાયા છે. જેમાં ૧૮ પુરૂષ ઉમેદવારો ઉપરાંત સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ પાંચ મહિલા ઉમેદવારો મળી કુલ ર૩ સભ્યોની હવે કમિટી બનશે. અને બે સભ્યોની આ કમિટી દ્વારા કો-ઓપ્ટ સભ્યો ચૂંટી કાઢી કુલ રપ સભ્યોનો સમાવેશ કરાશે.
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં હવે વિવિધ કમિટીઓની રચના કરાશે અને તેમાં ક્રમશઃ ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણુંક સહિતના હોદ્્ાઓની ફાળવણી કરવામાં આવશે.
ગુજરાત બાર કાઉન્સીલની દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે. આ વર્ષે સુપ્રિમ કોર્ટે જારી કરેલા આદેશો અન્વયે ચૂંટણીની રૂપરેખા બદલાઇ ગઇ હતી. અને મહિલા સભ્યોની ફરજીયાત ૩૦ ટકા જગ્યા ભરવાનો નિર્દેશ હોય કુલ ર૩ મેમ્બરોની ચૂંટણીમાં પાંચ મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સમગ્ર ગુજરાતભરમાંથી ચૂંટાયેલા ઉમેદવારોને વકીલો દ્વારા તેઓની જીત બદલ શુભકામનાઓ - શુભેચ્છા મળી રહી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
