તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 23rd March 2026
સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસે 2 શખ્સોને ગાંજા સાથે પકડ્યા:₹1.36 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત શહેરના માલિયા વાડ વિસ્તારમાં રેલવે પટરી પાસે રહેતા એક અજાણ્યા સપ્લાયર પાસેથી આ જથ્થો લાવ્યા હતા:આ જથ્થો તાતીથૈયાના સોનીપાર્કમાં રહેતા શિવમ નામના શખ્સને આપવાનો હતો આ બને ને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા

સુરત :દક્ષિણ ગુજરાત પાંચ જિલ્લામાં ડ્રગ્સ ને નાબૂદ કરવાના વિશેષ અભિયાન દક્ષિણ ગુજરાતના રેન્જ આઈ જી પ્રેમવીર સિંહ ધ્વરા શરૂ કરાયું હતું જેમાં વધુ સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે કડોદરા ચાર રસ્તા પાસેથી મોટરસાયકલ પર ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને કુલ ₹1,36,800/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
દક્ષિણ ગુજરાતના રેન્જ આઈ જી પ્રેમવીર સિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, સુરત જિલ્લાના કડોદરા GIDC અવર નવર ડ્રગ્સ ની વેચાણ થતું હતું અગાવ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ એ શરૂ કરેલી ડ્રગ્સ જિલ્લામાં થી નાબૂદ કરવાની મુહિમ આજે પણ કડોદરા GIDC પોલીસ મથક પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના નેતૃત્વમાં વિવિધ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન, સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. સુરેશભાઈ ચીમનભાઈને મોટરસાયકલ પર માદક પદાર્થનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
આ બાતમીના આધારે પોલીસે કડોદરા ચાર રસ્તા પાસે મહાલક્ષ્મી સ્વીટ માર્ટની સામે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ બાઈકને અટકાવી તેની તપાસ કરતા તેમાંથી 1.936 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં દિનેશભાઈ ભરવાડ (ઉંમર 37, રહે. ડીંડોલી, સુરત; મૂળ લાખણકા, તા. વલ્લભીપુર, જી. ભાવનગર) અને સમરસિંગ ચૌધરી (ઉંમર 40, રહે. કડોદરા; મૂળ જી. જાલૌન, ઉત્તર પ્રદેશ) નો સમાવેશ થાય છે. પોલીસે ₹96,800/- ની કિંમતનો 1.936 કિલોગ્રામ ગાંજો, ₹10,000/- ની કિંમતના 2 મોબાઈલ ફોન અને ₹30,000/- ની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સહિત કુલ ₹1,36,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ સુરત શહેરના માલિયા વાડ વિસ્તારમાં રેલવે પટરી પાસે રહેતા એક અજાણ્યા સપ્લાયર પાસેથી આ જથ્થો લાવ્યા હતા. આ જથ્થો તાતીથૈયાના સોનીપાર્કમાં રહેતા શિવમ નામના શખ્સને આપવાનો હતો, જે ઔદ્યોગિક વિસ્તારમાં તેનું છૂટક વેચાણ કરતો હતો. પોલીસે હાલ સપ્લાયર અને મંગાવનાર શિવમ બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
