News of Monday, 23rd March 2026
સાપુતારામાં આર્મ્સના ગુન્હાના ૨ વર્ષથી વોન્ટેડ આરોપીને વેષપલટો કરી મહારાષ્ટ્રથી વિશેષ ઓપરેશનમાં ઉપાડી લેવાયો
ગુજરાતના એક માત્ર હિલ્સ્ટેશન સાપુતારામાં દેશભરના લોકો સુરક્ષા, સલામતીના દાખલા આપે તેવી રેન્જ વડા પ્રેમવીરસિંહની નીતિનો ડાંગ એસપી પૂજા યાદવ જડબેસલાક અમલ કરાવે છે ડાંગ ક્રાઇમ બ્રાન્ચ psi જયદીપ ઉનડકટ ટીમ સફળતાની એક પછી એક સીડી સડસડાટ રીતે ચઢી રહી છે

રાજકોટ તા.૨૩: ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન અને પ્રવાસીઓ જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં આવે છે તેવા ડાંગ જિલ્લાના સાપુતારામાં લોકોને ખૂબ સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય અને દેશભરમાં ગુજરાતની ગરિમા વધે તેવા પ્રયાસ કરવા ,આ વિસ્તારમાં કોઈ માથાભારે કાયદો વ્યવસ્થા સામે પડકાર ન ઊભો કરે તે માટે રેન્જ વડા પ્રેમવીરસિંહની નીતિનો ચુસ્તપણે અમલ કરવા સતત એકિટવ ડાંગ એસપી પૂજા યાદવના સક્રિય માર્ગદર્શન હેઠળ ડાંગ જીલ્લા LCB ટીમના સબ ઇન્સ્પેકટર જયદીપ ઉનડકના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા આર્મ્સ એકટ જેવા ગંભીર ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને વેશ પલટો કરી સતત શોધખોળ દ્વાર મહારાષ્ટ્રના બૂવ ઢાણાથી ઉપાડી લાવી છે. સદર ગુન્હામાં સંડોવાયેલા કુલ ચાર આરોપીઓ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે સાપુતારા ખાતેથી નિકળતા બે આરોપીઓ પકડાયેલ અને બે આરોપીઓ જંગલમાં નાશી ગયેલ અને પકડાયેલ આરોપી પૈકી એક આરોપી અમોલ ખોતકર પાટીલ, રહે.-ઉંદરી, બુલઢાણા, મહારાષ્ટ્ર વાળો મહારાષ્ટ્રના ચોરી, લુંટ, ફાયરીંગ, મર્ડર જેવા અલગ અલગ ૧૨ જેટલા ગુન્હામાં સંડોવાયેલ હોય અને ૩.૫ કરોડની લુંટના ગુન્હામાં ફરાર હોય જે દરમ્યાન તા. ૨૭-૦૫-૨૦૨૫ ના રોજ પોલીસ સાથે એન્કાઉન્ટર થતા પોલીસ ઉપર ફાયરીંગ કરી ભાગવા જતા મહારાષ્ટ્ર પોલીસ દ્રારા વળતા ફાયરીંગમાં મરણ ગયેલ હોય અને સદર ગુન્હાના આરોપીઓ રીઢા અને પોલીસ ઉપર એસોલ્ટ કરવાની ટેવ વાળા હોય જેથી સલામતી પૂર્વક સમગ્ર ઓપરેશન પાર પાડવા માટે
પોલીસ અધિક્ષક શ્રી, પુજા યાદવ સાહેબ દ્રારા ખાસ બ્રિફીંગ કરી એકશન પ્લાન બનાવી એલ.સી.બી. ટીમને રવાના કરવામાં આવેલ અને સમગ્ર ઓપરેશન દરમ્યાન સતત ટેલીફોનીક સંપર્કમાં રહી સુચનાઓ અને માર્ગદર્શન આપી સમગ્ર કાર્યવાહી સફળ બનાવવામાં આવેલ..
પકડાયેલ આરોપીની વિગતઃ અજય બાલુભાઇ મોહિતે, ઉ.વ.-૩૩, ધંધો-ડ્રાઇવીંગ, રહે.- ટાકરખેડ હેલગા, પોસ્ટ-ઉંદરી, તા.-ચીખલી, જી. –બુલઢાણા મહારાષ્ટ્ર.(
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
