<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

કેન્‍દ્રએ ઉતમ આરોગ્‍ય સેવા માટે ગુજરાતને રૂા. ૧ર૮૪૪ કરોડ ફાળવ્‍યા

સાંસદ નરહરિ અમીનના પ્રશ્‍નનો જવાબ આપતા કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી

રાજકોટ તા. ર૩: શ્રી નરહરિ અમીન (સંસદસભ્‍ય, રાજયસભા) દ્વારા ‘‘રાષ્‍ટ્રીય આરોગ્‍ય મિશન દ્વારા અત્‍યાર સુધી ગુજરાતને કેટલું ફંડ ફાળવ્‍યું છે અને તેમાંથી કેટલું વપરાયું છે.'' તે બાબતે પ્રશ્‍ન પૂછતા આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજયમંત્રીશ્રી પ્રભાપરાવ જાધવે જવાબ આપતાં જણાવ્‍યું હતું કે, આરોગ્‍ય સંભાળની સમાન, સસ્‍તી અને ગુણવત્તાયુકત સેવાઓ સાર્વત્રિક રીતે ઉપલબ્‍ધ કરવાના ઉદ્દેશ્‍ય સાથે, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ‘‘રાષ્‍ટ્રીય આરોગ્‍ય મિશન''નો અમલ થઇ રહ્યો છે. રાષ્‍ટ્રીય આરોગ્‍ય મિશન હેઠળ કાર્યક્રમ અમલીકરણ યોજનાઓના રૂપમાં રાજય/કેન્‍દ્રશાસ્‍તિ પ્રદેશો તરફથી પ્રાપ્‍ત દરખાસ્‍તોના આધારે, ભારત સરકાર યોજનાનાં નોર્મ્‍સ અને ઉપલબ્‍ધ સંસાધનો અનુસાર દરખાસ્‍તો મંજૂરી આપે છે. રાષ્‍ટ્રીય આરોગ્‍ય મિશન હેઠળ કેન્‍દ્ર સરકારનાં ફાળાની ફાળવણી નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં રૂપિયા ૩૧,૧૦૦.૦૦ કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ના બજેટ અંદાજમાં રૂપિયા ૩૭,રર૬.૯ર કરોડ થઇ ગઇ છે.

મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતને વર્ષ ર૦૧૩-૧૪માં રૂપિયા ૯૦૩.૧ર કરોડ, ર૦૧૪-૧પમાં રૂપિયા ૯૪૦.૧૭ કરોડ, ર૦૧પ-૧૬માં રૂપિયા ૭૧૪.૩૯ કરોડ, ર૦૧૬-૧૭માં રૂપિયા ૮૬૧.૬૬ કરોડ, ર૦૧૭-૧૮માં રૂપિયા ૧રર૧.૮૩ કરોડ, ર૦૧૮-૧૯માં રૂપિયા ૧૦૩૮.૬૯ કરોડ, ર૦૧૯-ર૦માં રૂપિયા ૧૧૧૦.૮૦ કરોડ, ર૦ર૦-ર૧માં રૂપિયા ૧૦૦પ.૬૬ કરોડ, ર૦ર૧-રરમાં રૂપિયા ૧૦૯૪.૪૮ કરોડ, ર૦રર-ર૩માં રૂપિયા ૧૧ર૦.૦૬ કરોડ, ર૦ર૩-ર૪માં રૂપિયા ૧પ૦૬.૯૬ કરોડ અને ર૦ર૪-રપમાં રૂપિયા ૧૩ર૪.૮૩ કરોડનું ફંડ ફાળવ્‍યું છે અને તેમાંથી ગુજરાત દ્વારા અનુક્રમે રૂપિયા ૧૦૪૬.૮૮ કરોડ, રૂપિયા ૯૮૦.૯૮ કરોડ, રૂપિયા ૧ર૯૩.૦૩ કરોડ, રૂપિયા ૧૩૯પ.૬૭ કરોડ, રૂપિયા ૧પ૯૩.૧૬ કરો, રૂપિયા ૧૭૯૩.૬૩ કરોડ, રૂપિયા ૧૮૬૪.૭૩ કરોડ, રૂપિયા ૧૮૯૪.૪૬ કરોડ, રૂપિયા ૧૯૩પ.૮૧ કરોડ, રૂપિયા રર૯ર.૩પ કરોડ, રૂપિયા ૪૦૪૦.૦૦ કરોડ અને રૂપિયા ૩૧૯પ.૧પ કરોડનો ખર્ચ કરવામાં આવ્‍યો છે.

(4:10 PM IST)