News of Monday, 23rd March 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો માર્ચ મહિનાનો રાજ્ય સ્વાગત તા.25મી માર્ચ, બુધવારે યોજાશે : તા.26મી માર્ચને ગુરુવારે રામનવમીની જાહેર રજાના અનુસંધાને માર્ચ-2026નો રાજ્ય સ્વાગત બુધવારે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે જે પરંપરા અવિરત

અમદાવાદ તા.૨૩ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ-2026નો રાજ્ય સ્વાગત બુધવાર તા.25મી માર્ચે યોજવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
માર્ચ મહિનાના ચોથા ગુરુવાર તા. 26 માર્ચે રામનવમીની જાહેર રજાને અનુલક્ષીને માર્ચ-2026નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. 25 માર્ચે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 25મી માર્ચના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રીશ્રી બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
