<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

વડોદરાના રાજકારણમાં મોટા ઉલટફેર: ભાજપના પૂર્વ નાગર સેવક સહિતના દિગજ્જ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા

ભાજપના પૂર્વ નગરસેવક આશિષ જોશી અને પૂર્વ નગરસેવિકા પારુલ પટેલ. ભાયલીના ભાજપના પૂર્વ સરપંચ દર્પણ પટેલ અને જાણીતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ સહિતના પંજામાં સામેલ:પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવ અને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ પણ જોડાયા

વડોદરા :આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા વડોદરાના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવકો અને જાણીતા સામાજિક ચહેરાઓએ કેસરીયો ખેસ ત્યાગીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં આ તમામ નેતાઓ વિધિવત રીતે પક્ષમાં જોડાયા હતા.

કોંગ્રેસમાં જોડાનારા મુખ્ય ચહેરાઓમાં ભાજપના પૂર્વ નગરસેવક આશિષ જોશી અને પૂર્વ નગરસેવિકા પારુલ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભાયલીના ભાજપના પૂર્વ સરપંચ દર્પણ પટેલ અને જાણીતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ પણ કોંગ્રેસમાં જોડાયા છે.

સૌથી વધુ ચર્ચા  સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસની થઇ છે. તે પણ આજે કોંગ્રેસમાં જોડાયા છે. ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવ અને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ પણ જોડાયા છે

(9:51 PM IST)