<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

પાલીતાણામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર વાહનોની કતારો લાગી

આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો પોતાના વાહનોમાં ઈંધણ પુરાવવા પંપ પર ઉમટી પડ્યા: પમ્પ સંચાલકોએ કહ્યું - પેટ્રોલ કે ડીઝલની કોઈ જ અછત નથી અને તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં આજે અચાનક પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને લોકમુખે ચર્ચાયેલી આ અફવાને કારણે શહેરના તમામ પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. માત્ર શહેર જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો પોતાના વાહનોમાં ઈંધણ પુરાવવા પંપ પર ઉમટી પડ્યા હતા, જેના કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ભારે ભીડ અને અફરાતફરીને જોતા પેટ્રોલ પંપના સંચાલકોએ આગળ આવીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. પંપ સંચાલક ઓમદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે શહેરમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ જ અછત નથી અને તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી દોરવાવું જોઈએ નહીં અને પંપ પર બિનજરૂરી ભીડ કરીને અરાજકતા ન ફેલાવવી જોઈએ

(9:56 PM IST)