<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

સાબરકાંઠા જિલ્લામાં મોટું ઓપરેશન :નવજાત શિશુ વેચતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ : ,પાંચ આરોપીઓની ધરપકડ

આ ટોળકીએ 15 દિવસ પહેલા જ એક નવજાત બાળકનો 2 લાખ રૂપિયામાં સોદો કરી અમદાવાદમાં વેચાણ કર્યું હતું

સાબરકાંઠા જિલ્લામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે એક મોટા ઓપરેશનમાં નવજાત બાળકોની તસ્કરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૌભાંડમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક અમદાવાદનો અને બે રાજસ્થાનના શખ્સો હોવાનું ખુલ્યું છે

  . પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ 15 દિવસ પહેલા જ એક નવજાત બાળકનો 2 લાખ રૂપિયામાં સોદો કરી અમદાવાદમાં વેચાણ કર્યું હતું. હાલ પોલીસ આ ટોળકી દ્વારા અગાઉ અન્ય કેટલા બાળકો વેચવામાં આવ્યા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.

 

(10:39 PM IST)