<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

અમદાવાદમાં SOGનો બોપલ વકીલ બ્રિજ પાસે સફળ દરોડો: 258.76 ગ્રામ 'હાઈબ્રીડ ગાંજો' જપ્ત: બે આરોપીની ધરપકડ

સ્કૂટર અને 5 મોબાઈલ સહિત કુલ 9.79 લાખનો મુદ્દામાલ કબજે કરી બોપલ પોલીસ મથકે ગુનો નોંધ્યો :પકડાયેલા આરોપીઓ પૈકી એક અગાઉ ATS અને નવરંગપુરા ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો નામચીન ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ બોપલ વકીલ બ્રિજ પાસે સફળ દરોડો પાડી 258.76 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો 'હાઈબ્રીડ ગાંજો' જપ્ત કર્યો છે. આશરે 9 લાખની કિંમતના નશીલા પદાર્થ સાથે નારોલના શિવમ ભદોરીયા અને શાસ્ત્રીનગરના જય દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી એક અગાઉ ATS અને નવરંગપુરા ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો નામચીન ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. 

સત્તાવાળાઓએ સ્કૂટર અને 5 મોબાઈલ સહિત કુલ 9.79 લાખનો મુદ્દામાલ કબજે કરી બોપલ પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. હાલમાં મુખ્ય સૂત્રધાર પૂર્વરાજસિંહ વાઘેલા ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે. આ કાર્યવાહીથી શહેરમાં ફેલાયેલા ડ્રગ્સ નેટવર્ક અને તેના સપ્લાય ચેઈન પર મોટો ફટકો પડ્યો છે.

 

(11:22 PM IST)