તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
ગાંધીનગરમાં ગ-2 સર્કલ પાસે જાહેરમાં પૈસાની લેતીદેતીમાં બે રાઉન્ડ ફાયરીંગ
બંને પક્ષો વચ્ચે સામસામે શાબ્દિક બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાટમાં આવીને રિવોલ્વર કે પિસ્તોલ જેવા હથિયાર વડે બે રાઉન્ડ ફાયરિંગ

પાટનગર ગાંધીનગરમાં વ્યસ્ત ગણાતા ગ-2 સર્કલ પાસે જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના પાછળ અંગત અદાવત અને ખાસ કરીને નાણાકીય લેતીદેતી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે
સમગ્ર વિવાદ પૈસાની ઉઘરાણીને લઈને શરૂ થયો હતો.ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી અમુક રકમ લેવાની નીકળતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે
બંને પક્ષો વચ્ચે સામસામે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાટમાં આવીને રિવોલ્વર કે પિસ્તોલ જેવા હથિયાર વડે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક ગોળી સામે પક્ષની વ્યક્તિના પેટમાં વાગી હતી, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
