News of Tuesday, 24th March 2026
કોઈપણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અપીલ
કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા અને ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છેકે, કોઈપણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું વડાપ્રધાન પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહી છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે. મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા અને ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
