News of Tuesday, 24th March 2026
મધરાત્રે અમદાવાદના વાસણા વિસ્તારમાં ભરવાડ વાસમાં હિતેશ મેઘવાલ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા
બહેનની નજર સામે જ હિતેશને લોહીલુહાણ કરી આરોપી ફરાર થઈ ગયો:108ની ટીમે હિતેશને મૃત જાહેર કર્યો

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ભરવાડ વાસમાં 23 માર્ચની મોડી રાત્રે 25 વર્ષીય હિતેશ મેઘવાલ નામના યુવકની અજાણ્યા શખસ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. હિતેશ ઘરની બહાર પલંગ પર સૂતો હતો ત્યારે રાત્રે અઢી વાગ્યે હુમલાખોરે હુમલો કર્યો હતો, જે જોઈ બાજુમાં સૂતેલી તેની બહેન જ્યોતિ જાગી ગઈ હતી. બહેનની નજર સામે જ હિતેશને લોહીલુહાણ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. 108ની ટીમે હિતેશને મૃત જાહેર કર્યો હતો. વાસણા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
