<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

નર્મદા જિલ્લામાં સાગબારા-બોરદા-શેરૂલા માર્ગ પર નવો બ્રીજ બનશે

સાગબારા-બોરદા-શેરૂલા રસ્તા પર પાટગામ પાસે નવો મેજર બ્રીજ બનાવવા માટે ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું પ્રસિદ્ધ

નર્મદા જિલ્લામાં સાગબારા-બોરદા-શેરૂલા માર્ગ પર નવો બ્રીજ બનશે નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.કે. મોદી દ્વારા સાગબારા-બોરદા-શેરૂલા રસ્તા પર પાટગામ પાસે નવો મેજર બ્રીજ બનાવવા માટે ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ કામગીરીને પગલે સાગબારાથી ધોડમુંગ તરફ જતા વાહનો હવે પાટ ચોકડી અને પાંચપીપરી થઈને અવરજવર કરી શકશે.

  આ જાહેરનામું 5 સપ્ટેમ્બર, 2026 સુધી અમલી રહેશે, જે દરમિયાન જૂનો પુલ તોડીને નવું નિર્માણ કરવામાં આવશે. વાહનચાલકોને અગવડ ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગને જરૂરી બોર્ડ અને બેરીકેટ્સ લગાવવા સૂચના આપવામાં આવી છે.

(1:08 PM IST)