News of Tuesday, 24th March 2026
વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં પેટ્રોલ પુરાવી બહાર નીકળતા જ અચાનક બાઈકમાં આગ લાગી
આગ એટલી ભીષણ હતી કે બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ

વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે ચાલુ બાઈકમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. બાઈક ચાલક પંપ પરથી પેટ્રોલ પુરાવીને જેવો બહાર નીકળ્યો કે તરત જ મોટર સાયકલ ભડભડ સળગવા લાગી હતી. સદનસીબે, ચાલક સમયસર નીચે ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે આગ એટલી ભીષણ હતી કે બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
