તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
UCC વિધેયક વિધાનસભામાં: સૌ માટે સમાન કાયદોઃ બહુપત્નીત્વ પર પ્રતિબંધ
સમાન નાગરીક સંહિતા મુજબ લગ્ન અને છુટાછેડાની પ્રક્રિયા તમામ ધર્મો માટે એક સમાન : લીવ ઇન રીલેશનશીપમાં નોંધણી ફરજીયાતઃ વારસામાં પુત્ર-પુત્રીને સરખો હક્ક

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ર૪: રાજય સરકાર ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગે છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે બપોરે બાદ વિધાનસભામાં આ અંગેનું વિધેયક રજુ કરી રહયાનું જાણવા મળે છે.
યુનિફોર્મ સિવિલ કોડ (શ્ઘ્ઘ્) ની મુખ્ય અસરો અને જોગવાઈઓ નીચે મુજબ છે.
સમાન કાયદો વ્યક્તિગત પર્સનલ લો (હિન્દુ, મુસ્લિમ વગેરે) ના બદલે એક જ કાયદો લાગુ થશે.
લગ્ન અને છૂટાછેડાઃ તમામ ધર્મો માટે લગ્ન નોંધણી ફરજિયાત અને છૂટાછેડાની પ્રક્રિયા એકસમાન.
લિવ-ઈન રિલેશનશિપ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે નોંધણી ફરજિયાત અને આધાર કાર્ડ જરૂરી.
વારસાઈ હકઃ મિલકત અને વારસામાં પુત્ર અને પુત્રીને સમાન હક. બહુપત્નીત્વ પર પ્રતિબંધ એકથી વધુ લગ્ન કરવાની પ્રથા પર પ્રતિબંધ.
આદિવાસીઓને મુક્તિઃ પ્રસ્તાવિત કાયદામાં અનુસૂચિત જનજાતિ (આદિવાસી) ના પરંપરાગત અધિકારોને મુક્તિ આપવામાં આવી. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય લિંગ સમાનતા, ન્યાય અને દેશમાં એકરૂપતા લાવવાનો છે. સરકારની દલીલ મુજબ વિશ્વના અન્ય દેશો જેવા કે અમેરિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તુર્કી અને ઈન્ડોનેશિયામાં પણ સમાન નાગરિક કાયદા અસ્તિત્વમાં છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
