News of Tuesday, 24th March 2026
ઇંધણની અછતની અફવાને પગલે બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં પેટ્રોલ-ડીઝલનો ઉપાડ ત્રણ ગણો વધ્યો
કલેક્ટરે જિલ્લામાં પુરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવીને કોઈએ પેનિક બાય ના કરવા કહ્યું છે

બનાસકાંઠામાં પેટ્રોલ અને ડીઝલને લઈને ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે કલેક્ટરે જિલ્લામાં પુરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવીને કોઈએ પેનિક બાય ના કરવા કહ્યું છે. બનાસકાંઠાજિલ્લામાં કુલ 199 પેટ્રોલ પંપ કાર્યરત છે. તમામ પંપ પર મળીને અંદાજે 31 લાખ લિટરથી વધુ પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ બેઠક યોજવામાં આવી છે જેથી સપ્લાય ચેઇન સુચારૂ રહે. છેલ્લા 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપાડ સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ ત્રણ ગણો વધ્યો છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
