News of Tuesday, 24th March 2026
અમદાવાદના મયુર ડાઇકેમ IT દરોડા પૂર્ણ: 10 કરોડ રોકડ અને 40 કરોડના પણ દાગીના મળ્યા :₹200 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો ખુલ્યા
આ મેગા ઓપરેશનમાં અમદાવાદના વટવા GIDC સ્થિત ઓફિસ, ફેક્ટરી અને સોલા વિસ્તારમાં માલિકો અને ભાગીદારોના નિવાસસ્થાનો સહિત કુલ 20થી વધુ સ્થળો આવરી લેવાયા હતા

અમદાવાદની
મયુર ડાયકેમ પર આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડાના અંતે મોટી માત્રામાં બિનહિસાબી સંપત્તિ મળી આવી હોવાના અહેવાલો છે.
અમદાવાદના
મયુર ડાયકેમ ગ્રુપ પર હાલમાં જ આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડામાં આશરે ₹200 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
દરોડા દરમિયાન અંદાજે ₹10 કરોડની રોકડ અને ₹40 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ મેગા ઓપરેશનમાં અમદાવાદના વટવા GIDC સ્થિત ઓફિસ, ફેક્ટરી અને સોલા વિસ્તારમાં આવેલા માલિકો અને ભાગીદારોના નિવાસસ્થાનો સહિત કુલ 20થી વધુ સ્થળો આવરી લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન અનેક બેંક લોકર્સ પણ મળી આવ્યા છે, જે સીલ કરીને તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
આવકવેરા વિભાગને મોટા પ્રમાણમાં બિનહિસાબી આર્થિક વ્યવહારો, શંકાસ્પદ નિકાસ બિલ અને ડિજિટલ ડેટાના પુરાવા મળ્યા છે.
આ દરોડામાં મયુર ડાયકેમના માલિક મયુર પટેલ, તેમના ભાગીદાર સુજલ પટેલ અને તેમના વેવાઈ (ઓકેસન જ્વેલર્સના માલિક) દેવર્ષિસ કામદારને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
