<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ખુદ સીપી મેદાને ઉતર્યા :પેલેડિયમ ચાર રસ્તા પર ટ્રાફિકની સ્થિતિની સમીક્ષા

માર્ગ વ્યવસ્થા સુધારવા માટે મહત્ત્વની સૂચના પણ આપી: ટ્રાફિક પોલીસને નિયમોનાં કડક અમલ માટે તેમણે નિર્દેશ આપ્યા:પાર્કિંગ અને એન્ટ્રી-એક્ઝિટ વ્યવસ્થાની તપાસ કરાઈ

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ખુદ સીપી મેદાને ઉતર્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પેલેડિયમ ચાર રસ્તા પર ટ્રાફિકની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે માર્ગ વ્યવસ્થા સુધારવા માટે મહત્ત્વની સૂચના પણ આપી હતી. ટ્રાફિક પોલીસને નિયમોનાં કડક અમલ માટે તેમણે નિર્દેશ આપ્યા હતા. પાર્કિંગ અને એન્ટ્રી-એક્ઝિટ વ્યવસ્થાની તપાસ કરવામાં આવી હતી. જામ ઘટાડવા માટે નવું ટ્રાફિક પ્લાનિંગ તૈયાર કરવામાં આવશે 

(11:57 PM IST)