<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

૪૭ હજાર મેટ્રિક ટન એલપીજી ગેસ સાથે આવતીકાલે વધુ એક જહાજ કંડલા પહોંચશે

હોર્મુઝ પાસ કરી ‘જગ વસંત’ ગુજરાત કચ્છના બંદરે આવશે, જ્યારે બીજું એલપીજી ભરેલું જહાજ ‘પાઈન ગેસ’ દક્ષિણના કાંઠે મેંગ્લોર પહોંચશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :  યુદ્ધના માહોલ અને હોર્મુઝ સ્ટેટમાં ઈરાનની નાકાબંધી વચ્ચે ઓઇલ, ગેસના ઈંધણનો પુરવઠો જાળવવા ભારત સરકાર એલર્ટ છે. શિપિંગ મંત્રાલયની યાદી મુજબ વધુ બે જહાજ એલપીજી ગેસ સાથે ભારતીય બંદરે પહોંચી રહ્યા છે. જેમાં જહાજ જગ વસંત’ ૪૭ હજાર ૬૦૦ મેટ્રિક ટન એલપીજી ગેસ સાથે આવતીકાલ ૨૬ માર્ચ સુધી ગુજરાતના કચ્છના કંડલા પોર્ટ ઉપર પહોંચી આવશે. જ્યારે બીજું ૪૫ હજાર મેટ્રિક ટન એલપીજી ગેસ ભરેલું જહાજ ‘પાઇન ગેસ’ દક્ષિણ ભારતના મેંગ્લોર બંદરે પરમ દિવસે ૨૭ માર્ચ સુધી પહોંચશે. આથી અગાઉ ઈંધણ સાથેનાબે જહાજ શિવાલિક અને નંદાદેવી ગુજરાતમાં કચ્છના કંડલા તેમ જ મુન્દ્રા બંદરે આવી ચૂક્યા છે. હાલ ઓઇલ અને ગેસ સાથેના ઈંધણ ભરેલા જહાજોને પ્રાયોરિટી સાથે પોર્ટ ઉપર બર્થિંગ અપાઈ રહ્યું છે.

(9:29 AM IST)