News of Wednesday, 25th March 2026
હરાજીથી ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો ઈન્કાર ન થઈ શકે
ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો : આવી મિલકત પર ભલે સરકારી બોજો હોય પરંતુ એક વખત વેચાણ પ્રમાણપત્ર જારી થયા બાદ અધિકારી નોંધણી કરવા બંધાયેલા

અમદાવાદ,તા.૨૫: ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, બેંક હરાજી દ્વારા ખરીદેલી મિલકત માટે વેચાણ દસ્તાવેજ અથવા પ્રમાણપત્ર નોંધણી કરવાનો સરકારના સંબંધિત સત્તાવાળાઓ ઈનકાર કરી શકે નહીં. ભલે આવી મિલ્કત પર સરકારી બોજો બોલતો હોય તો પણ. હાઈકોર્ટના જાસ્ટિસ હેમંત એમ.પ્રચ્છકે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, એક વખત બેંક દ્વારા યોગ્ય પ્રક્રિયા દ્વારા વેંચાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવે ત્યારબાદ નોંધણી અધિકારી આવા વ્યવહારોની નોંધણી કરવા માટે બંધાયેલા છે.
ભાવનગરની એક મિલ્કતના કેસમાં નોંધણી કરવાનો ઈન્કાર કરવાના સત્તાવાળાઓના હુકમને હાઈકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો અને અરજદાર તેમ જ બેંક વચ્ચે કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ અને પ્રમાણપત્રની નોંધણીની કાર્યવાહી કરવા અંગે હુકમ કર્યો હતો.
હાઇકોર્ટના આ ચુકાદાને પગલે બેંક હરાજી દ્વારા ખરીદાયેલી મિલ્કતોના વેચાણ દસ્તાવેજો અને પ્રમાણપત્રની નોંધણીની પ્રક્રિયા આડેનો અવરોધ હવે દૂર થયો છે અને સંબંધિત સત્તાવાળાઓ અને નોંધણી અધિકારીઓને આવી મિલ્કતોના વેચાણ દસ્તાવેજ અને પ્રમાણપત્રની નોંધણી કરી આપવી પડશે.
કેસની વિગતો મુજબ, મેસર્સ રાજ પિકચર હાઉસની ગાઉની માલિકીની મિલ્કત વર્ષ ૨૦૧૩માં બેંકને બેંક ઓફ બરોડામાં ગીરવે મૂકવામાં આવી હતી. જયારે મૂળ માલિક નાણાંકીય જવાબદારી ચૂકવવામં નિષ્ફળ ગયા ત્યારે બેંકે નાણાંકીય સંપત્તિઓના સીકયોરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન એન્ડ સીકયોરીટી ઇન્ટરેસ્ટ એકટ હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં આ મિલ્કતની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેના આધારે અરજદારે ઔપચારિકતા માટે ડીડ ઓફ કન્વેયન્સ બનાવવા સબ રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કર્યો ત્યારે સ્થાનિક અધિકારીઓએ મિલ્કતના દસ્તાવેજની નોંધણી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. કારણ કે, વર્ષ ૨૦૧૬માં આમિલ્કત પર વેટ વિભાગ દ્વારા સરકારી બોજો બોલતો હોઈ જપ્તીનો હુકમ કરાયેલો હતો
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
