તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
રાજયમાં પેટ્રોલ-ડીઝલની કોઇ અછત નથી, પુરતો જથ્થો ઉપલબ્ધ : ઇન્ડિયન ઓઇલની જનતાને ખાતરી
ગભરાટમાં આવીને ઇંધણનો સંગ્રહ ન કરવા અપીલ : તમામ રીટેલ આઉટલેટ્સ પર સપ્લાય ચેઇન કાર્યરત

અમદાવાદ (કેતન ખત્રી) : ઇન્ડિયન ઓઇલે જનતાને ખાતરી આપી છે કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને રિટેલ આઉટલેટ્સમાં પુરવઠો સરળતાથી ચાલુ છે. ઇન્ડિયન ઓઇલનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી અને સામાન્ય ઉપલબ્ધતા સુનિヘતિ કરવા માટે પેટ્રોલ પંપોની ઇન્વેન્ટરી સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ઇન્ડિયન ઓઇલે જનતાને અપીલ કરી છે કે તેઓ ગભરાટમાં આવીને ઇંધણની ખરીદી ન કરે અથવા બિનજરૂરી સ્ટોક ન કરે, કારણકે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઇન નિયમિત રીતે કાર્યરત છે.ઇન્ડિયન ઓઇલે જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું છે કે ભવિષ્યમાં ઉપયોગ માટે પ્લાસ્ટિકના કેન, બોટલ અથવા અન્ય અમાન્ય કન્ટેનરમાં પેટ્રોલ સંગ્રહ કરવા જેવી અસુરક્ષિત પ્રથાઓથી સખત રીતે દૂર રહે, કારણકે તેનાથી ગંભીર સલામતી જોખમો ઉભા થાય છે. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકોની ઇંધણ ઉપલબ્ધતા અને સલામતી સુનિヘતિ કરવા માટે પ્રતિબદ્ધ છે અને ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો સતત અને અવિરત પુરવઠો સુનિヘતિ કરે છે. તેમ જણાવ્યું છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
