<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

રાજકોટ જિલ્લામાં આત્‍મનિર્ભર યોજના અંતર્ગત ૧૪ મોટા ઉદ્યોગોની અરજી

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર, તા. રપઃ આજે વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લામાં આત્‍મનિર્ભર યોજના અંતર્ગત મોટા ઉદ્યોગ માટે આવેલ અરજીઓ અંગે ભાજપના ઉદય કાનગડ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્‍નના ઉત્તરમાં નાયબ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે તા. ૩૧-૧ર-રપની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમ)ં ૧૪ મોટા કદના ઉદ્યોગોની રજીસ્‍ટ્રેશન માટેની અરજી મંજુર કરવામાં આવી છે.

આ એકમો થકી કુલ રૂા. ૧૬૪૧.૮૯ કરોડનું સુચીત મૂડીરોકાણ ટેક્ષટાઇલ્‍સ અને એપશ્‍લ્‍સ, મેટલ અને મિનરલ્‍સ, પ્‍લાસ્‍ટીક, એગ્રો પ્રોસેસિંગ અને મોસિલીટી ક્ષેત્રમાં થનાર છે. 

(11:30 AM IST)