News of Wednesday, 25th March 2026
અધિકારીઓને માત્ર મૂકપ્રેક્ષક તરીકે બેસવા માટે નથી પરંતુ મંત્રીઓને સમયસર માહિતી પહોંચાડવી તેમની જવાબદારી
વિધાનસભા સત્રના અંતિમ દિવસે અધ્યક્ષે અધિકારીઓને લઈને સખ્ત ટકોર કરી:એક ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં મંત્રીએ માહિતી ઉપલબ્ધ ન હોવાની વાત કરતા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ દિવસે અધ્યક્ષે અધિકારીઓને લઈને સખ્ત ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે અધિકારીઓને માત્ર મૂકપ્રેક્ષક તરીકે બેસવા માટે આમંત્રણ આપવામાં આવતું નથી, પરંતુ મંત્રીઓને યોગ્ય અને સમયસર માહિતી પહોંચાડવી તેમની જવાબદારી છે. પ્રશ્નોત્તરી દરમિયાન એક ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં મંત્રીએ માહિતી ઉપલબ્ધ ન હોવાની વાત કરતા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આવી સ્થિતિ સ્વીકાર્ય નથી અને અધિકારીઓએ પોતાની ફરજ પ્રત્યે વધુ જવાબદારી દાખવવી જોઈએ. સમગ્ર સત્ર દરમિયાન અનેક વખત ટકોર કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ પર તેની અસર ન દેખાતા અધ્યક્ષે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
