તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 25th March 2026
દાંતા ગ્રામ પંચાયતનું 3 લાખનું બિલ બાકી: GEB એ લાઈટ કાપતા ગામમાં અંધારપટ
બનાસકાંઠા જિલ્લાના દાંતા ગ્રામ પંચાયત વિસ્તારમાં વહીવટી બેદરકારીને કારણે ગ્રામજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો

બનાસકાંઠા જિલ્લાના દાંતા ગ્રામ પંચાયત વિસ્તારમાં વહીવટી બેદરકારીને કારણે ગ્રામજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. દાંતા ગ્રામ પંચાયત દ્વારા લાંબા સમયથી વીજ બિલની રકમ ભરપાઈ ન કરવામાં આવતા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચાયતનું લાખોનું દેવું વધી જતાં વીજ નિગમે આખરે દાંતા ગ્રામ્ય વિસ્તારની તમામ સ્ટ્રીટ લાઈટોનો પાવર સપ્લાય કાપી નાખ્યો છે.
મળતી માહિતી મુજબ, દાંતા ગ્રામ પંચાયતનું અંદાજે રૂ. 3 લાખથી વધુનું વીજ બિલ લાંબા સમયથી બાકી હતું. આ અંગે વીજ નિગમ દ્વારા પંચાયતને વારંવાર લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી અને બાકી લેણાંની ચુકવણી કરવા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં, પંચાયત પ્રશાસન દ્વારા કોઈ સંતોષકારક પગલાં ન લેવાતા વીજ બોર્ડે આખરે કડક વલણ અપનાવીને મુખ્ય લાઈન કટ કરી દીધી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
