News of Thursday, 26th March 2026
ગરીબો માટેનું ૩.૪૭ લાખ મેટ્રિક ટન અનાજ બારોબાર કોઈની ફેક્ટરીઓમાં પહોંચી ગયું
વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ દરમિયાન ગોડાઉનોમાંથી સસ્તા અનાજની દુકાનો પર ન પહોચ્યું : નાગરિક પુસ્વઠા વિભાગના સચિવે કેગ સમક્ષ હાથ ઊંચા કરી દીધા, પરિવહન અને સંગ્રહના નુકસાનનો હિસાબ રખાતો નથી

અમદાવાદ તા.૨૬: ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લાખો પરિવારોને વાજબી ભાવનીદુકાનોએથી અપાતા ખાદ્યાન્ન પુરવઠામાંથી બારોબાર અનાજની ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોને ક્યાંક સમર્થન મળે તેવી ચોકાવનારી હકીકતો કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના ૨૦૨૩ના અનુપાલન ઓડિટ-મૂલ્કી રિપોર્ટમાં રજૂ થઇ છે. ગરીબો માટે ગોડાઉનમાંથી દુકાનો સુધી પહોંચતા અનાજનો ૩.૪૭ લાખ મેટ્રિક ટન જેટલો જંગી જથ્થાનો ક્યાંય કોઈ તાળો મળતો ન હોવાનું કેગની તપાસમાં બહાર આવ્યું છે. આ મુદ્દે નાગરિક પુરવઠા વિભાગના સચિવને પુછવામાં આવ્યું તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહતો. ઉલટાનું સ્વીકાર્યું હતું કે, પીડીએસમાં સંગ્રહ અને પરિવહનના નુકસાનનો હિસાબ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, ૨૦૧૩ રાખતું નથી.
વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ એમ આઠ વર્ષ દરમિયાન ખાદ્યાન્નની ફાળવણી, પુરવઠો અને વિતરણની વિસ્તૃત વિગતો સાથે કેગે તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ૨૧૩.૬૨ લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન તાલુકા ગોડાઉનમાંથી વાજબી ભાવની દુકાનો પર જમા કરાવવામાં આવ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન દુકાનો દ્વારા લાભાર્થીઓને ૨૧૦,૦૪ લાખ મેટ્રિક ટન જથ્થો વિતરિત કરવામાં આવ્યો હતો. જેમાં માર્ચ, ૨૦૨૩ના અંતે ૩.૫૮ લાખ મેટ્રિક ટનનો જથ્થો બાકી રહી ગયો હતો. પરંતુ વિભાગના માસિક વિતરણ અહેવાલની સમીક્ષા દરમિયાન જણવા મળ્યું કે, માર્ચ ૨૦૨૩ અંતે બાકી સ્ટોક ૦.૧૧ લાખ મેટ્રિક ટન હતો. પરિણામે ૦.૧૧ લાખ મેટ્રિક ટન બંધ સ્ટોકનો હિસાબ કર્યા પછી, ચોખ્ખો તફાવત ૩.૪૭ લાખ મેટ્રિક ટન હતો. જેન તે લાભાર્થીઓને વહેંચવામાં આવ્યા ગ તો પર તેનો હિસાબ લેવામાં આવ્યો હતો. આમ, વાસ્તવિક રીતે જોઇએ તો લાભાર્થીઓને ૨૧૦,૦૪ લાખ મેટ્રિક ટન જથ્થો જ વિતરણ કરાવો. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને વપરાશ પ્રમાણપત્રોમાં દર્શાવવામાં આવેલો જથ્થો ૨૧૨.૯૧ લાખ મેટ્રિક ટન વચ્ચે ૨.૮૭ લાખ મેટ્રિક ટનનો તફાવત દર્શાવે છે. જે અહેવાલની પ્રક્રિયાની ચોક્સાઈ અને વિશ્વસનીયતા પર ચિંતા દર્શાવે છે. આ વિસંગતતા એટલા માટે થઈ કેમકે રાજ્ય પીડીએસ પોર્ટલ પરથી નાગરિક પુરવઠા નિગમ દ્વારા જનરેટ કરાયેલા વિભાગના માસિક વિતરણ અહેવાલમાં વાજબી ભાવની દુકાનોમાંથી લાભાર્થીઓને આપવામાં આવેલા વાસ્તવિક જથ્થાને રેકોર્ડ કરવાને બદલે તાલુકા ગોડાઉનોમાંથી આપવામાં આવેલા ખાદ્યાના જથ્થાને વિતરણ કરાયેલા જથ્થા તરીકે નોંધવામાં આવ્યો હતો. જોકે, વર્ષ ૨૦૨૧-૨૨થી વાજબી ભાવની દુકાનોમાંથી વાસ્તવિક વિતરણની માહિતી યોગ્ય રીતે લેવામાં આવતી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
