<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રાજસ્‍થાનથી સુરતમાં ડ્રગ્‍સ ઘુસાડવાના પ્રયાસ ફરી એક વખત ક્રાઇમ બ્રાન્‍ચે નિષ્‍ફળ બનાવ્‍યા

કુ વિખ્‍યાત નરેન્‍દ્ર ડારા લાખો રૂપિયાના ડ્રગ્‍સ સાથે ક્રાઇમ બ્રાન્‍ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડ્રગ્‍સ સિન્‍ડિકેટની નસે નસથી વાકેફ ડીસીપી ભાવેશ રોજિયા ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જીતેન્‍દ્ર ગૌસ્‍વામી સ્‍ટાફને એસીપી કિરણ મોદીના સંકલનમાં મોટી સફળતા મળી... : નો ડ્રગ્‍સ ઈન સુરત સીપી અનુપમસિંહ ગેહલોતનું અભિયાન લોકોના સાથ અને પોલીસના નિષ્‍ઠાપૂર્વકના પ્રયાસોથી સફળતાની નવી સિદ્ધિઓ સર કરી રહી છે

રાજકોટ, તા.૨૬: નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન પોલીસ કમિશનર  અનુપમસિહ ગેહલોતનું આ અભિયાન સુરતવાસીઓના સહકારથી અને પ્રત્‍યેક પોલીસ અધિકારી સ્‍ટાફે પણ આ અભિયાન સફળ બનાવવા જે જહેમત ઉઠાવી તેને પરિણામે આ અભિયાન સફળતાના નવી સિદ્ધિઓ સર કરી રહ્યું છે,  એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળની ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અને સ્‍ટાફે એસીપી કિરણ મોદીના નેતળત્‍વમાં વધુ એક મોટી સફળતા મેળવી છે.

તા.૨૪/૦૩/૨૦૨૬ ના રોજ રાજસ્‍થાનના બાલોતરાનો રહેવાસી નરેન્‍દ્ર પ્રહલાદરામ ડારા નામનો ઇસમ એમ.ડી. ડ્રગ્‍સનો જથ્‍થો લઇ સુરત રેલ્‍વે સ્‍ટેશન પાસે કોઇને ડીલેવરી કરવા આવનાર છે,જે હકિકતથી ઉપરી અધિકારીશ્રીઓને વાકેફ કરતા તાત્‍કાલીક સદર બાતમીની ગંભીરતાને ધ્‍યાને લઈ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપવામા આવેલ.

જેમા ક્રાઈમ બ્રાન્‍ચનાં પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટરશ્રી અને તેઓની ટીમ દ્વારા આયુર્વેદીક ગરનાળા પાસે જાહેર રોડ પરથી આરોપી (૧) નરેન્‍દ્ર ઉર્ફે નરેશ S/O પ્રહલાદરામ ડારા (બિષ્‍નોઇ) રહે. સાકરળાબેરા વોર્ડ નં-૨૬, બાલોતરા જી.બાલોતરા (રાજસ્‍થાન) નાને માદક પદાર્થ એમ.ડી.ડ્રગ્‍સ નેટ વજન ૨૫૦.૩૧૦ ગ્રામ કિં.રૂ.૭,૫૦,૯૩૦/ તથા રોકડા રૂપિયા ૧૫૩૫/ તથા મોબાઇલ ફોન નંગ-૧ સહીત કુલ્લે રૂપિયા.૭,૭૨,૪૬૫/ ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી NDPS એક્‍ટ હેઠળ ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ગુનો રજીસ્‍ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી પાસેથી કબ્‍જે કરેલ મુદ્દામાલઃ (૧) માદક પદાર્થ એમ.ડી.ડ્રગ્‍સ નેટ વજન ૨૫૦.૩૧૦ ગ્રામ કિં.રૂ. ૭,૫૦,૯૩૦/ (૨) રોકડા રૂપિયા.૧૫૩૫/ (૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૨૦,૦૦૦/કુલ રૂપિયા.૭,૫૦,૯૩૦/, આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ રાસ્‍થાન જી.જાલૌર સાયલા પો.સ્‍ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૦૧૫૬/૨૦૨૪ ફઝભ્‍લ્‍ એક્‍ટ મુજબ.

(10:48 AM IST)