News of Thursday, 26th March 2026
માધવપુર મેળાનું ભુપેન્દ્રભાઇ પટેલ અને હર્ષભાઇ સંઘવીના હસ્તે કાલે ઉદ્ઘાટન
માધવપુરના મેળામાં સાંસ્કૃતિક એકતાઃ ઉતર-પુર્વ રાજયોના અને ગુજરાતના કુલ પ૪૦ કલાકારો પોતાની કલા રજુ કરશે : ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન પ્રસંગની યાદમાં પરંપરાગત મેળોઃ મેળાના ઉદઘાટન સમારંભમાં પધારવા કેન્દ્ર અને રાજયોના મંત્રીશ્રીઓ તેમજ ઉતર-પુર્વ રાજયોના રાજયપાલ-મુખ્યમંત્રીઓને આમંત્રણ : માધવપુરના મેળા સુધી પહોંચવા માટે પોરબંદરથી ૩પ એસટી બસોની સુવિધા : માધવપુરના લોકમેળામાં કોળી સમાજની વાડીમાં વિનામુલ્યે ભોજન અને આશરો : લોકમેળા મેદાનમાં ટ્રાફીક પ્રશ્ન નિવારવા એન્ટ્રી અને એકઝીટના અલગ -અલગ : માધવપુરના મેળામાં ઉતર-પુર્વ રાજયોની હસ્તકલા નિહાળવા લોકોને તકઃ કુલ ૧૬૦ સ્ટોલની ફાળવણી : લોકોને શાંતિપુર્ણ અને ઉત્સાહભેર મેળાનો આનંદ માણવા જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીની અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૬ : રાષ્ટ્રીય કક્ષાના માધવપુરના મેળાનું ઉદઘાટન આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે આવતીકાલે સાંજે કરવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન પ્રસંગની યાદગીરી રૂપે યોજાતા આ પરંપરાગત મેળામાં સાંસ્કૃતિક એકતાના દર્શન થશે. ઉતર-પુર્વના રાજયો અને ગુજરાતના કુલ પ૪૦ કલાકારો પોતાની કલા મેળામાં રજુ કરશે.
ભગવાન શ્રીકળષ્ણ અને દેવી રુકમણીના વિવાહ પ્રસંગ નિમિત્તે યોજાતો સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે ૨૭ થી ૩૦ દરમિયાન યોજાનાર છે. આ અંગે જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી દ્વારા મેળાના વિગતવાર કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.
કલેકટરશ્રી એસ.ડી.ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૭ માર્ચે સાંજે ૬ કલાકે મેળાના ભવ્ય ઉદઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, વિવિધ મંત્રીશ્રીઓ તેમજ ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીઓ તથા ભારત સરકારના મંત્રીશ્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ મેળામાં સાંસ્કળતિક એકતાના દર્શન કરાવવા માટે કુલ ૫૪૦ કલાકારો પોતાની કલા રજૂ કરશે, જેમાં ૨૭૦ કલાકારો ઉત્તર-પૂર્વ ભારતના અને ૨૭૦ ગુજરાતના કલાકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થાનિક સૌરાષ્ટ્રના કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દરરોજ ૩૦ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. માધવપુર ઘેડના મેળાના સાંસ્કળતિક કાર્યક્રમનો ભવ્ય ઉદઘાટન સમારોહ તા. ૨૭મી માર્ચ સાંજે ૬.૦૦ કલાકે થશે. સાંસ્કળતિક કાર્યક્રમની થીમ વિકાસ ભી, વિરાસત ભી સમળદ્ધિ સે સંસ્કળતિની રાખવામાં આવી છે.
આ મેળા દરમિયાન દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૭ માર્ચના રોજ ગીતાબેન રબારી, ૨૮ માર્ચના રોજ રાજ ગઢવી અને મયુર દવે, ૨૯ માર્ચના રોજ ઋષભ આહીર તેમજ ૩૦ માર્ચના રોજ શ્યામલ શબ્દ ગ્રુપ પ્રસ્તુતિ આપશે.
મેળામાં કલાકારોને સોમનાથમાં ઉતારો આપવામાં આવ્યો છે જ્યારે હસ્તકલા ના કારીગરોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે તેઓ પૂર્વ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. માધવપુર ઘેડના મેળામાં પ્રથમ વખત ૬૦ ભાતીગળ લોકકલાના કલાકારો સંગીત રસ પીરસે તે માટે તૈયારી ચાલી રહી છે.જેમાં તુરી બારોટ સમુદાયના કલાકારોને પ્લેટફોર્મ આપવામાં આવશે.
આ મેળામાં હસ્તકલા અને સ્થાનિક ચીજવસ્તુઓના પ્રોત્સાહન માટે કુલ ૮૦ સ્ટોલ ધરાવતું પેવેલિયન બનાવવામાં આવ્યું છે. જેમાં ૪૦ સ્ટોલ ઉત્તર-પૂર્વના કારીગરો અને ૪૦ સ્ટોલ ગુજરાતના કારીગરો માટે ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૪૦ ફૂડ સ્ટોલ અને ૩૦ ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરવામાં આવી છે, જેમાંથી કેટલાક સ્ટોલ સ્થાનિક સ્વસહાય જૂથો (SHG) ને ટોકન દરે આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે હરાજી દ્વારા તંત્રને ૭૫ લાખથી વધુની આવક થઈ છે, જે ગત વર્ષ કરતા વધારે છે.
આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોરબંદરથી માધવપુર જતા ભારે વાહનોનોને ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. મેળાના મેદાનમાં એન્ટ્રી અને એક્ઝિટના રસ્તાઓ અલગ રાખવામાં આવ્યા છે જેથી અવરજવરમાં સરળતા રહે. તંત્ર દ્વારા પ્રથમ દિવસે મુસાફરો માટે ૩૫ એસ.ટી. બસો (૨૫ પોરબંદર જિલ્લાની અને ૧૦ માંગરોળની) અને બાકીના ત્રણ દિવસોમાં ૫-૫ બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળામાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, મેડિકલ ફેસિલિટી, પોલીસ કંટ્રોલ રૂમ અને જિલ્લા વહીવટી તંત્રનો સ્પેશિયલ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. કલેક્ટરશ્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, ખાસ કરીને ૩૦ માર્ચે ભગવાનના લગ્ન પ્રસંગે ભીડ વધવાની શકયતાને જોતા બ્રિજ પર રેલિંગ જેવી વિશેષ સુરક્ષા અંગે પણ વિચારણા ચાલી રહી છે. કલેક્ટરશ્રીએ તમામ નાગરિકોને શાંતિપૂર્વક અને ઉત્સાહભેર આ મેળાનો આનંદ લેવા અપીલ કરી છે.
ભગવાન શ્રીકળષ્ણના લગ્ન ઉત્તર પૂર્વના રાજા ભિશમકના રાજકુમારી રુક્ષ્મણીજી સાથે થયા હતા અને શ્રીકળષ્ણએ ઉત્તર પૂર્વમાં જઈને રુક્ષ્મણીને માધવપુરમાં લઈ આવી લગ્ન કર્યા તેથી માધવપુર ભગવાન શ્રીકળષ્ણનું લગ્ન સ્થળ તરીકે પ્રખ્યાત છે
દ્વાપર યુગમાં ભગવાન શ્રીકળષ્ણના લગ્નનો પ્રસંગ સ્મળતિ રૂપે સાચવીને યુગોથી માધવપુર સનાતન સંસ્કળતિ સાથે ભારત વર્ષનું ગૌરવ
ભગવાન શ્રીકળષ્ણ અને રૂકમણીના લગ્નોત્સવનું પુરાણો અને ઇતિહાસમાં મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં સાંસ્કળતિક વારસાને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રાચીન ભારતમાં માધવપુર ઘેડનું ખૂબ મહત્વ હતું. માધવપુર ઘેડ ના અવશેષો અને તેના પ્રાચીન સ્થળો જોતા લાગે છે કે ભારત વર્ષના પૂર્વ અને પヘુિમ સંસ્કળતિનું સંગમ ઉપરાંત દક્ષિણ સંસ્કળતિ સાથે પણ માધવપુર ઘેડનું વિશિષ્ટ રીતે જોડાયેલું હતું. દક્ષિણ પરંપરાના સંતોની માધવપુર ઘેડ સુધીની યાત્રા ઘણું બધું મહત્વ દર્શાવે છે.
પુરાણો અને ઇતિહાસમાં મહત્વ ધરાવતો માધવપુરનો મેળો વર્ષોથી પરંપરાગત યોજાતો હતો. માધવપુર ઘેડના ઉત્સવો અને તેના સ્થળો ભારતની પ્રાચીન સંસ્કળતિને ઉજાગર કરે છે પરંતુ તેમને રાષ્ટ્રીય બહુમાન આપવાની જરૂરિયાત હતી જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતળત્વમાં થઈ છે.
ભગવાન શ્રીકળષ્ણ માતા રુક્ષ્મણીનું લગ્ન સ્થળ, શ્રી વલ્લભાચાર્ય, ગુરુ ગોરખનાથ, રામાનુજાચાર્ય પરંપરા અને યાત્રાઓ, સોલંકી કાળના સ્થાપત્યો, પ્રાચીન કુંડો, નદીઓના સંગમ, સૌથી રમણીય બીચ, માધવપુર આસપાસ ખાસ કરીને મધુવનમાં નીરવ અને અલૌકિક શાંતિ ,આ બધું માધવપુર નું મહત્વ દર્શાવે છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
