તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 26th March 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદ ગામની પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ વિશ્રામ કર્યો
વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે યોગ અને પ્રાણાયામ કરતા રાજ્યપાલ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડોદ ગામના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદ ગામની પ્રાથમિક શાળાના સાધારણ કક્ષમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો.
રાત્રિ વિશ્રામ બાદ વહેલી સવારે રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, નિયમિત રીતે યોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે પ્રાણાયમ પણ કર્યા હતા. જેમાં કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા તેમજ ભ્રામરી પ્રાણાયમ કરવામાં આવ્યા હતા.
વધુમાં, ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે સમગ્ર યોગાભ્યાસને શાંતિપૂર્ણ રીતે વિરામ આપવામાં આવ્યો હતો. રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાની સલાહ આપી હતી. સાથે સાથે જીવનમાં શિસ્ત, મહેનત અને સકારાત્મક વિચારધારાને અપનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ વિદ્યાર્થીઓને સારા સ્વાસ્થ્ય, ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
યોગના આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
