News of Thursday, 26th March 2026
અમદાવાદના શેલાની બહુમાળી ઈમારતમાં ભયંકર આગઃ જાનહાની ટળી ફાયરની ૧૨ ગાડી ઘટનાસ્થળેઃ આગ કાબુમાં

અમદાવાદઃ શહેરના શેલા વિસ્તારમાં આજે વહેલી સવારે એક બિલ્ડિંગમાં ભયાનક આગની ઘટના સામે આવ્યા છે. જ્યાં ક્લબ ઓ સેવન રોડ પર આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઇટ બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બિલ્ડિંગના સી-બ્લોકમાં ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટા છેક ૧૫મા માળ સુધી પ્રસરી ગયા હતા. બિલ્ડિંગના રહેવાસીઓ ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક ધુમાડા અને બૂમાબૂમ સાંભળીને જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાને કારણે રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
સવારે ૮:૦૦ વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગ વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. ૧૫ માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
