તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
સુરતમાં પહેલા માળથી નીચે પટકાતા મનપાના ઈજનેર દિપક વાઘેલાનું મોત: પરિવારમાં શોક
ઉધના બમરોલી રોડ પર નવનિર્મિત બિલ્ડિંગમાં ચાલતુ હતું કામ:નવનિર્મિત બિલ્ડિંગમાં અંધારું હોવાથી લિફ્ટના પેસેજમાં પટકાયા.

સુરતમાં પહેલા માળથી નીચે પટકાતા મનપાના ઈજનેરનું મોત થયું છે. ઉધના બમરોલી રોડ પર નવનિર્મિત બિલ્ડિંગમાં કામ ચાલતુ હતું. નવનિર્મિત બિલ્ડિંગમાં અંધારું હોવાથી લિફ્ટના પેસેજમાં પટકાયા હતા લિફ્ટ પેસેજમાં ઊંચાઈથી પટકાતા ઈજનેરને ગંભીર ઈજા પહોંચીહતી . ઘટના સ્થળે આવેલી 108 ટીમે તપાસીને ઈજનેરને મૃત જાહેર કર્યા હતા 45 વર્ષીય ઈજનેર દીપક વાઘેલાના નિધનથી પરિવારમાં શોક ફેલાયો છે. ઉધના પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે .
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
