<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય :રવિવારથી ત્રણ દિવસ વીજળી પડવા, તોફાની પવન ફુંકાવા સાથે વરસાદ તુટી પડશે

બે અપર એર સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય સાથોસાથ વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે:કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં પણ થન્ડર સ્ટોમ સાથે વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્ય ઉપર 3 સિસ્ટમની અસર થશે. 29 અને 30 માર્ચે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળી પડવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, ભારે પવન ફુંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે. 28-29 તારીખે દરિયામાં 45-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38 ડિગ્રી નોંધાયું છે.. અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભારે પવન ગાજવીજ વરસાદની આગાહી કરાઈ છે. બે અપર એર સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય છે. સાથોસાથ વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 29 અને 30 માર્ચના કમોસમી વરસાદની આગાહી કરી હતી. 29 માર્ચના કચ્છ બનાસકાંઠા માં થન્ડર સ્ટોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 માર્ચના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં પણ થન્ડર સ્ટોમ સાથે વરસાદની આગાહી કરી હતી  28 અને 29 માર્ચના માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

(6:48 PM IST)