તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
ચૈત્રી આઠમે અંબાજી શક્તિપીઠમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો: બે મંગળા આરતીમાં હજારો ભક્તો જોડાય
મંદિરનાં ચાચર ચોકમાં ભવ્ય નવચંડી યજ્ઞ: નૂતન રામ મંદિરમાં ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાયો:દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોથી સમગ્ર મંદિર પરિસર શણગારાયુ

અંબાજી : ચૈત્રી આઠમે અંબાજી શક્તિપીઠમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે. વહેલી સવારે બે મંગળા આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા. મંદિરનાં ચાચર ચોકમાં ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. નૂતન રામ મંદિરમાં ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાયો હતો. દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોથી સમગ્ર મંદિર પરિસર શણગારાવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીમાં વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
