<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રાજ્યના હવામાન આવશે પલટો :તાપમાનનો પારો ઊંચકાતાં ગરમી વધી :29મીથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

39 ડિગ્રી સાથા ભુજ સૌથી ગરમ શહેર રહ્યું: અમદાવાદમાં મહત્તમ તાપમાન 38ડિગ્રી

 અમદાવાદ : રાજયના હવામાનમાં આગામી દિવસોમાં પલટો જોવા મળી શકે છે. આજે મહત્તમ પારો ઉંચો જવાના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ગરમીના પ્રમાણમાં ગઇકાલની તુલનામાં વધારો જોવા મળ્યો હતો. જોકે આગામી 24 કલાક બાદ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. તાપમાનમાં ઘટાડો નોંધાશે અને 29 માર્ચથી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં કમોસમી વરસાદ થઇ શકે છે. આજે 39 ડિગ્રી સાથા ભુજ સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 અને લઘુત્તમ તાપમાન 24.1 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાક માટે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. 29 માર્ચના રોજ કચ્છ અને બનાસકાંઠામાં જ્યારે 30 અને 31 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો ભુજમાં 39 ડિગ્રી, અમરેલીમાં 38.9, વડોદરામાં 38.4, કેશોદમાં 38.4, રાજકોટમાં 38.3, સુરેન્દ્રનગરમાં 38.3, અમદાવાદમાં 38, વલ્લભ વિદ્યાનગરમાં 37.5, ગાંધીનગરમાં 37.4, ડીસામાં 37, સુરતમાં 37, મહુવામાં 37, કંડલા પોર્ટમાં 36.7, ભાવનગરમાં 36.5, વેરાવળમાં 35.4, પોરબંદરમાં 34.5, નલિયામાં 34, ઓખામાં 31.7, દ્વારકામાં 29.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 19 ડિગ્રી, કેશોદમાં 19.5, પોરબંદરમાં 20, કંડલા પોર્ટમાં 20.5, રાજકોટમાં 20.7, અમરેલીમાં 20.8, ભુજમાં 21.6, મહુવામાં 22.1, ડીસામાં 22.2, વેરાવળમાં 22.5, વડોદરામાં 23, ઓખામાં 23.2, ગાંધીનગરમાં 23.6, સુરેન્દ્રનગરમાં 23.8, વલ્લભ વિદ્યાનગરમાં 23.8, અમદાવાદમાં 24.1, દ્વારકામાં 24.2, ભાવનગરમાં 24.6, સુરતમાં 24.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

ત્રણ દિવસમાં ક્યાં કેટલું રહ્યું મહત્તમ તામપાન

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાનશહેર24-Mar25-Mar26-Marઅમદાવાદ36.937.138ડીસા36.836.437ગાંધીનગર36.436.537.4વલ્લભ વિદ્યાનગર36.738.137.5વડોદરા3737.638.4સુરત36.437.837ભુજ34.63739નલિયા3334.234કંડલા પોર્ટ35.435.336.7અમરેલી37.338.538.9ભાવનગર34.235.736.5દ્વારકા293029.4ઓખા31.231.431.7પોરબંદર3333.234.5રાજકોટ36.338.338.3વેરાવળ31.632.635.4સુરેન્દ્રનગર36.337.938.3મહુવા35.437.737કેશોદ36.235.438.4

ત્રણ દિવસમાં ક્યાં કેટલું રહ્યું લઘુત્તમ તામપાન

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાનશહેર24-Mar25-Mar26-Marઅમદાવાદ22.725.424.1ડીસા23.822.922.2ગાંધીનગર22.624.823.6વલ્લભ વિદ્યાનગર2324.223.8વડોદરા21.824.423સુરત23.42524.7ભુજ22.82321.6નલિયા2122.519કંડલા પોર્ટ23.122.520.5અમરેલી21.120.820.8ભાવનગર24.22524.6દ્વારકા2424.224.2ઓખા23.72423.2પોરબંદર21.622.320રાજકોટ21.421.620.7વેરાવળ23.223.522.5સુરેન્દ્રનગર242423.8મહુવા21.123.322.1કેશોદ20.320.819.5

(12:33 AM IST)