તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
ગુજરાતમાં પેટ્રોલ વાહનોનો વિસ્ફોટઃ બે કરોડ વાહનો પેટ્રોલ પર નિર્ભર!
પેટ્રોલ પેનિકઃ હવે EV-હાઈબ્રિડ વાહનો તરફ વળવું જરૂરી? : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુધ્ધને નહીં પણ અફવાએ ત્રણ દિવસમાં કરોડોનું પેટ્રોલ-ડીઝલ વેચાણ કરાવ્યું

વડોદરા,તા.૨૭: મધ્યપૂર્વમાં સર્જાયેલા યુદ્ધના તણાવની સીધી અસર છેક ગુજરાતના પેટ્રોલ પંપો પર જોવા મળી. સોશિયલ મીડિયા પર ફેલાયેલી અછતની અફવાઓએ નાગરિકોમાં એવો ભય પેદા કર્યો કે માત્ર ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનું પેટ્રોલ વેચાઈ ગયું. જોકે, હવે સ્થિતિ થાળે પડી રહી છે. પરંતુ આ ઘટનાએ એક પાવાનો પ્રશ્ન જન્માવ્યો છે. જો ખરેખર ક્યારેક સપ્લાય ચેઈન ખોરવાય. તો ૨.૮૪ કરોડ વાહનો ધરાવતા ગુજરાત પાસે બેક-અપ પ્લાન હું છે ? આ આંકડાકીય વિશ્લેષણ અને નિષ્ણાતોના સૂચનો ભવિષ્યની સજજતા તરફ આંગળી ચીપે છે.
રાજ્યમાં ટ્રાપોર્ટ વિભાગના તાજા આંકા મુજબ ગુજરાતમાં કુલ ૨.૮૪ કરોડ વાહનો નોંધાયેલા છે, જેમાંથી આશરે ૨,૦૯ કરોડ વાહનો સંપૂર્ણપણે પેટ્રોલ આધારિત છે. આ ઉપરાંત લાખો વાહનો પેટ્રોલ સાથે ONG, LPG અથવા હાઈબિડ વિકલ્પો પર પણ ચાલે છે. આથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં લગભગ ૭૩ ટકા વાહનો પેટ્રોલ પર નિર્ભર છે. આટલી મોટી સંખ્યામાં પેટ્રોલ આધારિત વાહનો હોવાને કારણે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ઈપણ અછત રાજ્ય માટે ગંભીર સમસ્યા બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રે અગાઉથી આયોજન અને વિકલ્પ ઊર્જાસ્ત્રેતો તરફ વળવું જરૂરી છે. ઉલ્લેખનિય છે કે, જાહેર પરિવહન મજબૂત બનાવવો, ઈલેક્ટ્રિક અને CNG વાહનોને પ્રોત્સાહન આપવું તથા ઈધણ પુરવઠાની પારદર્શક માહિતી આપવી સહિતના પગલાં દ્વારા જ ભવિષ્યમાં સંભવિત સંકટને અસરકારક રીતે ટાળી શકાય છે.
તંત્રએ કેવા પગલાં લેવા જોઈએ ?
જ્જ રાજ્યભરમાં ઇંધણના રિઝવં સ્ટોરેજની ક્ષમતા વધારવી સાથે તાલુકા સ્તર સુધી પણ સ્ટોક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવી.
જ્જ અફવાઓ સામે તેલ કંપનીઓએ સમયસર અને પારદર્શક માહિતી જાહેર કરવી જોઈએ. જેથી લોકોમાં અફવાને કારણે ગેરસમજ ન ફેલાય સમયસર અને પારદર્શક માહિતી આપવી
જ્જ CNG, ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનોને પ્રોત્સાહન આપવુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું પડશે. લાંબા ગાળે પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવી એ ટકાઉ ઉકેલ છે.
જ્જ જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબુત બનાવવી જેથી લોકો ખાનગી વાહનોની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરે તો પેટ્રોલ-ડીઝલની માંગમાં ઘટાડો થઈ શકે છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ આધારિત વાહનો
શહેર પેટ્રોલ વાહનો કુલ વાહનો
અમદાવાદ ૩૫,૯૬,૧૯૯ ૪૯,૭૨,૦૨૮
સુરત ૨૪,૪૮,૦૫૧ ૩૧,૯૯,૪૭૭
વડોદરા ૧૫,૫૪,૦૭૭ ૨૦,૧૩,૯૧૮
રાજકોટ ૧૪,૬૮,૨૩૦ ૨૦,૧૮,૨૫૯
રાજયમાં વાહનના પ્રકાર દીઠ સંખ્યા
મોટર કાર ૪૯,૩૯,૯૭૮
ટુ વ્હિલર્સ ૧,૯૭,૪૨,૮૨૨
શ્રી વ્હિલર્સ ૮,૦૫,૯૪૮
ટ્રેલર ૧૮,૫૯૭
ડમ્પર ૮,૧૦૫
ઓમ્બી બસ ૩,૧૨૫
શૈક્ષણિક બસ ૧,૯૮૩
અગ્નિશામક વાહન ૧,૦૩૧
પશુ એમ્બ્યુલન્સ ૮૨૮
ફાયર ટેન્ડર ૩૭૨
પેનિક બાઈગ ટાળો, અફવાથી ટેન્ક ફૂલ ન કરાવો
વર્તમાન પરિસ્થિતિમાં પેટ્રોલ-ડીઝલનનો પુરતો જથ્થો છે. જેથી અફવાને કારણે લોકોએ પેનિક બાઈગ ટાળવું જોઈએ. આ ઉપરાંત લોકોએ અફવાને કારણે વાહનોની ટેન્ક પણ ફૂલ કરાવી ન જોઈએ.
સરકારી કંપનીઓ પણ પેટ્રોલના ભાવ વધારશે ?
રાજ્યમાં પેટ્રોલના ભાવ વધારાની શરૂઆત આજથી ખાનગી કંપની દ્વારા કરાઇ છે. જેને લઈને હવે આગામી સમયમાં સરકારી કંપનીઓ પણ પેટ્રોલના ભાવ વધારાશે? તે વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અફવા બજારને લીધે આખરે આજે ખાનગી કંપનીના પેટ્રોલના ભાવમાં સાડા પાંચ રૂપિયા જેટલો દાઝાડતો વધારો હતો.
ઇંધણ મુજબ રાજ્યમાં વાહનોની સ્થિતિ
પેટ્રોલ ૨,૦૯,૮૨,૪૧૯
ડીઝલ ૪૧,૮૬,૦૯૫
CNG ૩,૭૫,૮૭૭
ઇલેક્ટ્રિક ૨,૩૩,૫૯૯
અન્ય EV ૧,૧૧,૪૩૯
પેટ્રોલ હાઈબ્રિડ ૧૮,૨૨,૦૪૬
પેટ્રોલ LPG ૮૯,૯૪૮
પેટ્રોલ ઈથેનોલ ૬,૦૮,૪૨૩
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
