News of Friday, 27th March 2026
વીજળી-વાહનો, એ.સી. અત્યાધુનિક ઉપકરણો વગર જીવતા શીખવું જોઈએ
દિગંબર સમાજના જૈનાચાર્ય પૂ.સુનિલ સાગરજીની શીખ : યુદ્ધથી વાયુ, ભૂમિ, પાણી, કુદરતી સંપદા પ્રદૂષિત થશે

વડોદરા,તા.૨૭: યુદ્ધની પરિસ્થિતી સમગ્ર વિશ્વ માટે હાનિકારક છે. ખૂનથી ખૂન સાફ ન થાય એવી સત્યાર્થતા ઇરાન-ઈઝરાયેલ-અમેરિકાને કોણ સમજાવશે. અહંકાર-ઈ ાંના ઉન્માદમાં સર્જાયેલા યુદ્ધની વિભિષિકા કષ્ટકારી છે. જયારે, બીજીબાજુ આધુનિક સંસાધનોની ગુલામી પ્રાકૃતિક જીંદગી ભૂલાવી રહી છે.
શહેરના કારેલીબાગ-જ્યોતિપાર્ક ખાતે દિગંબર સમાજના જૈનાચાર્ય પૂ.સુનિલ સાગરજીએ શ્રાવક-શ્રાવિકાઓને સંબોધ્યું હતું કે આપણો દેશ દ્રઢતા-નિરપેક્ષ ઊભો રહેશે તો સારાવાણા થશે. તેલના ખેલમાં શરૂ કરાયેલ ખાડીયુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિવર્તિત થાય એવી સંભાવના નહિવત છે. ધૂણાથી ધુણા અને ખૂનથી ખૂન સાફ થતું નથી. જે જાણવા છતા મહાસત્તા અહંકાર-ઈર્ષ્યા-ઉન્માદ ત્યજી શકતી નથી એ સૌથી વધુ દુઃખદ છે. યુદ્ધના માઠા પરિણામ સ્વરૂપે વાતાવરણ, વાયુ, ભૂમિ, વનસ્પતિ સહિત માનવના વિચારો પણ પ્રદુષિત થાય છે. જયારે. બીજીબાજુ હાલમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ સિલિન્ડરની શોર્ટેજ સર્જાઈ હોવાની અફવા ફેલાતા નાગરિકો અધિરા બન્યા છે. તેઓને સમજાવવા જોઇએ કે આપણા ઘરોમાં વર્ષો પૂર્વે છાણા-લાકડા, કોલસા સહિત પ્રાકૃતિક ઈધણનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ-સાત્વિક રસોઈ બનાવાતી હતી. મોટાભાગના પરિવારો સાઈકલનો ઉપયોગ કરતા હતા અન્યથા પગપાળા જતા-આવતા હતા. ત્યારે ક્યાં આધુનિક સંસાધનો હતા. પરંતુ હવે સમાજનો મોટોભાગ સંસાધનોની ગુલામીના ચક્રવ્યૂહમાં સપડાતા પરાવલંબી થવા લાગ્યો છે. ઈલેક્ટ્રિક-ઈ લેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ, મોબાઈલ, વાતાનુકુલિત મશિન(એ.સી), પંખા-લાઈટ, વાહનો સહિતના અનેકવિધ ભૌતિક સુખે માનવને ગુલામ બનાવી દીધો છે. રોટલી બનાવવાના મમશન આવતા હાથથી ગોળમટોળ રોટલી વણવાની કળા ધીરે-ધીરે વિસરાઇ જાય તો નવાઈ નહિ.
શિક્ષણ-સંસ્કારોથી વિમુખ ન કરે તે જો-જો
આજનું આધુનિક શિક્ષણ મૃગજળ સમાન છે. જે સનાતની સંસ્કારોથી બાળકોને દૂર ન લઇ જાય એ જોવાની જવાબદારી પરિવારોની છે. સંસ્કૃતિ-સંસ્કારને અનુરૂપ શિક્ષણ આપે એવા ગુરુકુળ-સ્કૂલોમાં બાળકોને શિક્ષણ મળે એવી સુવ્યવસ્થા કરવી જોઇએ. માત-પિતાએ પણ બાળકો સાથે બેસીને સમજ આપવી જોઇએ.
જીવો અને જીવવા દો કોઇ જાનવર કે જીવ-જંતુને મારીને ખાનારનું માનવતાનું સ્તર નીચે ઊતરી જાય છે. જીવોની રક્ષા કરવી એ જ પરમોધર્મ છે. જીવો અને જીવવા દો એ માનવતાનો સાયો મંત્ર છ
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
