News of Friday, 27th March 2026
ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 13.96 લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય વિતરિત કરી.
કુલ 13.96 લાખ વિદ્યાર્થીઓને રુ.354 કરોડની સહાય સીધી DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) માધ્યમથી ચૂકવવામાં આવી

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 13.96 લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઈ છે
ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રી અને અન્યમહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી હતી. નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધન, અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી મહત્વકાંક્ષી યોજનાઓ અંતર્ગત કુલ 13.96 લાખ વિદ્યાર્થીઓને રુ.354 કરોડની સહાય સીધી DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) માધ્યમથી ચૂકવવામાં આવી છે.
નોંધનીય છે કે વર્ષ 2023 થી 2026 દરમિયાન અંદાજે 27.61 લાખ વિદ્યાર્થીઓને કુલ રુ.1871 કરોડની સ્કોલરશીપ આપવામાં આવી છે. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયોગોને વેગ આપવા માટે SSIP 2.0 અંતર્ગત પસંદગી પામેલા સ્ટાર્ટઅપ ઈનોવેશન આઈડિયાને પણ ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
