<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ઉમેદવારો તૂટતા બચાવવા કોંગ્રેસનો નવો એક્‍શન પ્‍લાનઃ સત્તાવારની સાથોસાથ સંવેદનશીલ બેઠકો પર સક્ષમ અપક્ષને પણ મેદાનમાં ઉતારશે

રાજકોટ : ગુજરાતમાં આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પક્ષે પોતાની વ્‍યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો છે. ભૂતકાળના કડવા અનુભવો, જેમ કે ઉમેદવારી પત્રો રદ થવા, છેલ્‍લી ઘડીએ મેન્‍ડેટ બદલાઈ જવા, અને આર્થિક કે રાજકીય દબાણવશ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચી લેવાના બનાવોને રોકવા માટે કોંગ્રેસે એક ફૂલપ્રૂફ એક્‍શન પ્‍લાન ઘડી કાઢ્‍યો હોવાનું જાણવા મળે છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ પક્ષ હવે ચૂંટણી પહેલા જ હાર ન સ્‍વીકારવી પડે તે માટે વિશેષ તકેદારી રાખી રહ્યો છે. ડિજિટલ મીડિયાના અહેવાલો અને તાજેતરના રાજકીય ઘટનાક્રમ મુજબ, સત્તાધારી પક્ષના પ્રલોભનો અને દબતંત્રને પહોંચી વળવા કોંગ્રેસ હવે રાજકીય મેદાનમાં ઉતરતા પહેલા ટેકનિકલ બાબતોમાં પણ મજબૂત બની રહી છે.

આ રણનીતિના ભાગરૂપે, કોંગ્રેસના પ્રભારીઓ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા નેતાઓને સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ મુખ્‍ય ઉમેદવારની સાથે એક અન્‍ય સક્ષમ ડમી કે અપક્ષ ઉમેદવાર પણ તૈયાર રાખે. ખાસ કરીને જે બેઠકો અતિ સંવેદનશીલ છે અથવા જ્‍યાં ટિકિટ જાહેર થયા પછી ઉમેદવાર ફૂટી જવાની કે ખરીદાઈ જવાની પૂરેપૂરી આશંકા હોય, ત્‍યાં પક્ષના જ કોઈ વફાદાર કાર્યકરને અપક્ષ તરીકે મેદાને ઉતારવામાં આવશે.

ભૂતકાળમાં ભાજપના કદાવર નેતાઓ સામે કોંગ્રેસના ઉમેદવારોએ અનેક પ્રકારના દબાણમાં આવીને મેદાન છોડી દીધું હોવાના અનેક કિસ્‍સાઓ સામે આવ્‍યા છે, ત્‍યારે આ નવો પ્‍લાન ભાજપને સીધો ફાયદો થતો અટકાવવા અને લોકશાહી પ્રક્રિયા જાળવી રાખવા માટે ઘડવામાં આવ્‍યો હોવાનું પણ  ચર્ચાય છે.

આ આયોજન પાછળનું મુખ્‍ય કારણ ગત મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં થયેલી ગંભીર ભૂલો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં ભાજપના ઉમેદવાર હિરેન ખીમાણિયા સામે કોંગ્રેસના એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું.

આ ઘટના પાછળનું આヘર્યજનક કારણ એ હતું કે પક્ષ દ્વારા આપવામાં આવેલું મેન્‍ડેટ જ કોરું હતું, જેના પરિણામે ભાજપના ઉમેદવારની જીત અત્‍યંત આસાન બની ગઈ હતી. આવી શરમજનક સ્‍થિતિનું પુનરાવર્તન ન થાય અને કોઈપણ વોર્ડમાં ચૂંટણી પહેલા વોકઓવર ન આપવો પડે તે સુનિヘતિ કરવા કોંગ્રેસે આ વખતે કમર કસી છે અને દરેક બેઠક પર બેકઅપ પ્‍લાન તૈયાર રાખ્‍યો છે. 

 

(3:23 PM IST)