<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

મુંબઇ,સોૈરાષ્‍ટ્ર-કચ્‍છને જોડતી ટ્રેનોને આંબલી રોડ સ્‍ટેશને બે મીનીટ થોભાવો

રાજયસભામાં અમદાવાદની રેલવે સુવિધા અંગે નરહરિ અમીનની રજુઆત

રાજકોટ, તા. ૨૭: શ્રી નરહરિ અમીન, સંસદ સભ્‍ય, રાજયસભાએ મુંબઇ-સોૈરાષ્‍ટ્ર-કચ્‍છને જોડતી ટ્રેનોને અમદાવાદના આંબલી રેલવે સ્‍ટેશન પર ૨મિનિટનું સ્‍ટોપેજ આપવા માટે રાજયસભામાં રજૂઆત કરી હતી.

શ્રી નરહરિ અમીને જણાવેલ કે કોંગ્રેસના વખતમાં દેશનું રેલવે બજેટ હતુ તેના કરતા અત્‍યારે ચાર ગણુ થઇ ગયુ છે. આ વખતે કેન્‍દ્રએ ગુજરાત માટે રૂા. ૧૭૩૬૬ કરોડ રેલ બજેટમાં ફાળવ્‍યા  છે.

પヘમિ અમદાવાદમાં ૩૦ લાખ લોકો રહે છે તેમની સરળતા માટે તેમજ અમદાવાદના અન્‍ય રેલવે સ્‍ટેશનો પરનું ભારણ ઘટાડવા મુંબઇ અને સોૈરાષ્‍ટ્ર-કચ્‍છને જોડતી ટ્રેનોની આંબલી રોડ સ્‍ટેશન પર બે મીનીટ થોભાવવી જરૂરી છે. ઉપરાંત આંબલી રોડ સ્‍ટેશને ટીકીટ રીઝવેશન બારી એક પાળીમાં છે તેમાં સમય બે પાળીમાં કરવો જરૂરી છે. 

(3:52 PM IST)