<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય : રાજ્યના ૨૧ જિલ્લાઓના પ્રભારી સચિવોની નિમણૂંકમાં ફેરફાર : જુઓ સંપૂર્ણ યાદી

બદલી, બઢતી અને વહીવટી કારણોસર ૨૧ જિલ્લા-વિસ્તારોમાં નવા ઉચ્ચ સચિવોને જવાબદારી સોંપાઈ : સામાન્ય વહીવટ વિભાગે નવો હુકમ જાહેર કર્યો

ગાંધીનગર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ એક મહત્વપૂર્ણ હુકમ બહાર પાડીને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોની નિમણૂંકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં કાર્યરત અધિકારીઓની બદલી, બઢતી અને અન્ય વહીવટી કારણોસર આ નવેસરથી વિચારણા કરી કુલ ૨૧ જિલ્લા અને વિસ્તારો માટે નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ આદેશ મુજબ પ્રભારી સચિવોએ તેમને સોંપાયેલા જિલ્લાના વિકાસશીલ તાલુકાઓના પ્રભારી તરીકે પણ કામગીરી કરવાની રહેશે.

૨૧ જિલ્લા-વિસ્તારોમાં નિમણૂંક પામેલા પ્રભારી સચિવોની વિગત:
૧. અમદાવાદ: એમ. થેન્નારસન, IAS (અગ્ર સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ)
૨. આણંદ: સુશ્રી અવંતિકા સિંઘ ઔલખ, IAS (વહીવટી નિયામક, ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ)
૩. બનાસકાંઠા: સુશ્રી પ્રવિણા ડી.કે., IAS (ઉપાધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી, GIDC)
૪. બોટાદ: બી. એ. શાહ, IAS (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક)
૫. ભરૂચ: સુશ્રી સંધ્યા ભુલ્લર, IAS (આરોગ્ય કમિશનર (શહેરી))
૬. દાહોદ: વિજયકુમાર ખરાડી, IAS (વહીવટી નિયામક, ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લિમિટેડ)
૭. દેવભૂમિ દ્વારકા: ધવલકુમાર કે. પટેલ, IAS (કમિશનર, ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ)
૮. ગાંધીનગર: ડૉ. વિનોદ રાવ, IAS (અગ્રસચિવ, વન અને પર્યાવરણ વિભાગ)
૯. જામનગર: સુશ્રી આરતી કંવર, IAS (મુખ્ય રાજ્ય વેરા કમિશનર)
૧૦. કચ્છ: રાજ કુમાર બેનિવાલ, IAS (વહીવટી નિયામક, ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કંપની લિ.)
૧૧. ખેડા: ડૉ. કુલદીપ આર્ય, IAS (સચિવ, પ્રવાસન, દેવસ્થાન સંચાલન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ)
૧૨. મહેસાણા: રંજીથ કુમાર જે., IAS (સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા)
૧૩. મોરબી: રાજેન્દર કુમાર, IAS (કમિશનર, વાહનવ્યવહાર)
૧૪. મહીસાગર: કે. એલ. બચાની, IAS (કમિશનર, માહિતી ખાતુ)
૧૫. નર્મદા: ડૉ. રંજીત કુમાર સિંહ, IAS (કમિશનર, ICDS)
૧૬. પાટણ: લોચન સેહરા, IAS (સચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ)
૧૭. પોરબંદર: હિતેશ કે. કોયા, IAS (વિકાસ કમિશનર)
૧૮. સાબરકાંઠા: ડૉ. રતનકંવર ગઢવીચારણ, IAS (આરોગ્ય કમિશનર (ગ્રામીણ) અને મિશન ડાયરેક્ટર, રાષ્ટ્રીય આરોગ્ય મિશન)
૧૯. સુરત: સુશ્રી શાલીની અગ્રવાલ, IAS (વહીવટી નિયામક, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.)
૨૦. વડોદરા: પી. સ્વરૂપ, IAS (ઉદ્યોગ કમિશનર)
૨૧. વાવ-થરાદ: સુશ્રી પી. ભારથી, IAS (સચિવ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ)

સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ ડૉ. જયશંકર ઓધવાણીની સહીથી આ હુકમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ યાદીમાં દર્શાવ્યા સિવાયના અન્ય જિલ્લાઓ માટે અગાઉ સોંપવામાં આવેલી પ્રભારી સચિવ તરીકેની કામગીરી યથાવત રહેશે. આ ફેરફારો દ્વારા રાજ્ય સરકાર જિલ્લા સ્તરે વહીવટી કામગીરી અને વિકાસ યોજનાઓનું વધુ સઘન નિરીક્ષણ થાય તેવું સુનિશ્ચિત કરી રહી છે.

(6:17 PM IST)