<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

અમદાવાદના સરખેજ વિસ્તારમાં એલ.જે યુનિવર્સિટી પાસ કાળા રંગની કારમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

બે દિવસ પહેલા મૃત્યુ થયું હોવાની અને ગાડી બંધ હાલતમાં હોવાથી તેમાં બેસીને આપઘાત કર્યો હોવાની આશંકા

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ  એલ.જે યુનિવર્સિટી પાસે એક કાળા રંગની કારમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે.  કારમાંથી મળેલ મૃતદેહ મામલે પોલીસે વધુ ખુલાસો કર્યો છે.  મૃતદેહ ઓળખ કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. બે દિવસ પહેલા મૃત્યુ થયું હોવાની આશંકા પોલીસને છે. 40 થી 45 વર્ષનો શખ્સ હોય તેવી શક્યતા પણ વર્ણાવાઈ છે. મૃતદેહ મળેલ mercedes ગાડી ગેરેજ વાળાની હતી, જે ઘણા સમયથી બંધ હાલતમાં હતી. ગાડી બંધ હાલતમાં હોવાથી તેમાં બેસીને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આઘેડની હત્યા કે આત્મહત્યાને લઈને પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો છે. સરખેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે 

(6:20 PM IST)