તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટા પાયે ફેરબદલ : ૩૧ જેટલા વર્ગ-૧ના અધિકારીઓની જાહેર હિતમાં સાગમટે બદલી અને નિમણૂંકના આદેશો : જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યના વહીવટી માળખાને વેગ આપવા ગાંધીનગર સચિવાલય દ્વારા GAS કેડરના જુનિયર સ્કેલના અધિકારીઓની તાત્કાલિક અસરથી નવી નિયુક્તિ : બે અધિકારીઓની અગાઉની બદલીના હુકમ રદ કરાયા

ગાંધીનગર: રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-૧ સંવર્ગના ૩૧ અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. મહેસૂલ વિભાગના ઉપસચિવ પૂજા ઉપાધ્યાયની સહીથી બહાર પાડવામાં આવેલી આ યાદીમાં અનેક પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. આ સાથે જ ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ કરવામાં આવેલા મેહુલ કે. ખાંટ અને મુકલ કે. મહેરચંદાનીની બદલીના હુકમો રદ કરી તેઓને હાલની જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે.
બદલી પામેલા અધિકારીઓની વિગતવાર યાદી:
બદલી પામેલા અધિકારીઓમાં કોને કઈ જવાબદારી સોંપવામાં આવી છે તેની વિગતો નીચે મુજબ છે:
* કાજલ એન. અંબાલિયા: પ્રાંત અધિકારી, આહવા (ડાંગ) થી બદલી કરી વધારાના SLAO, કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે મુકાયા છે.
* એમ. બી. દેસાઈ: ડેપ્યુટી કલેક્ટર-૧, દેવભૂમિ દ્વારકાથી બદલી કરી પ્રાંત અધિકારી, દસ્ક્રોઈ (સાબરમતી), અમદાવાદ ખાતે નિમણૂંક.
* તેજસ ચૌધરી: પ્રાંત અધિકારી, દસ્ક્રોઈ (સાબરમતી) થી વહીવટી અધિકારી, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તરીકે બદલી.
* ડી. એ. રાવિયા: પ્રાંત અધિકારી, મહુવા (ભાવનગર) થી જિલ્લા આયોજન અધિકારી, અમદાવાદ તરીકે નિમણૂંક.
* શ્રદ્ધા એસ. બારોટ: જિલ્લા આયોજન અધિકારી, અમદાવાદથી પ્રી-સ્કૂટિની ઓફિસર, iORA, ગાંધીનગર ખાતે બદલી.
* અર્પણ દાનાભાઈ ચાવડા: ડેપ્યુટી ડીડીઓ, અમરેલીથી પ્રાંત અધિકારી, ધારી (અમરેલી) તરીકે મુકાયા.
* વી. એ. પંચાલ: વધારાના SLAO, અમદાવાદથી ડેપ્યુટી કલેક્ટર-૧, આણંદ ખાતે બદલી.
* અમિતકુમાર જી. ગામીત: મદદનીશ નિયામક, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરથી ડેપ્યુટી કલેક્ટર-૨, આણંદ તરીકે નિમણૂંક.
* આર. જી. ઝાલા: ડેપ્યુટી કલેક્ટર-૨, બોટાદથી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી, ભાવનગર ખાતે બદલી.
* જયકુમાર કે. રાવલ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ), ભાવનગરથી પ્રાંત અધિકારી, તળાજા (ભાવનગર) તરીકે મુકાયા.
* ફ્રાન્સિસ બી. વસાવા: ચિટનીસ, વલસાડથી ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી), ભરૂચ ખાતે નિમણૂંક.
* ડી. એ. ભરાઈ: ડેપ્યુટી કલેક્ટર (રિકવરી), મત્સ્યોદ્યોગ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરથી પ્રાંત અધિકારી, પાલનપુર (બનાસકાંઠા) તરીકે બદલી.
* જે. આર. સોલંકી: પ્રાંત અધિકારી, તળાજા (ભાવનગર) થી ડેપ્યુટી કલેક્ટર-૨, બોટાદ તરીકે મુકાયા.
* નીલેક્ષ એચ. મકવાણા: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આણંદથી ડેપ્યુટી કલેક્ટર-૨, છોટાઉદેપુર ખાતે નિમણૂંક.
* ઘનશ્યામ એમ. ચાવડા: આસિસ્ટન્ટ કમિશનર, SSPA, વડોદરાથી ડેપ્યુટી કલેક્ટર-૧, દાહોદ તરીકે બદલી.
* પ્રશાંત માંગુડા: વહીવટી અધિકારી, AUDA, અમદાવાદથી નાયબ સચિવ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB), ગાંધીનગર ખાતે મુકાયા.
* જે. વી. કાકડિયા: જિલ્લા પુરવઠા અધિકારી, મોરબીથી પ્રાંત અધિકારી, વેરાવળ (ગીર સોમનાથ) તરીકે નિમણૂંક.
* એચ. જે. ગોહિલ: મામલતદાર (SSRD), અમદાવાદથી જિલ્લા પુરવઠા અધિકારી, મોરબી ખાતે બદલી.
* કે. પી. ચૌધરી: પ્રાંત અધિકારી, પાલનપુરથી ડેપ્યુટી કલેક્ટર-૧, પોરબંદર તરીકે મુકાયા.
* હર્ષવર્ધન ડી. જાડેજા: પ્રાંત અધિકારી, ધારી (અમરેલી) થી જિલ્લા પુરવઠા અધિકારી, પોરબંદર ખાતે નિમણૂંક.
* મીરા જીતેન્દ્રભાઈ સોમપુરા: ડેપ્યુટી ડીડીઓ, જૂનાગઢથી ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી), રાજકોટ શહેર ખાતે બદલી.
* હર્ષદીપ કે. આચાર્ય: પ્રાંત અધિકારી, ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર) થી ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી), રાજકોટ ગ્રામ્ય તરીકે મુકાયા.
* ઈશિતા મેર: ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી), રાજકોટ ગ્રામ્યથી પ્રાંત અધિકારી, ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર) ખાતે નિમણૂંક.
* વિનોદ જોષી: પ્રાંત અધિકારી, વેરાવળથી ડેપ્યુટી કલેક્ટર-૧, વાવ-થરાદ (બનાસકાંઠા) તરીકે બદલી.
* એન. બી. દેસાઈ: ચિટનીસ, બનાસકાંઠાથી જિલ્લા પુરવઠા અધિકારી, વાવ-થરાદ ખાતે મુકાયા.
* કે. પી. પટેલ: મામલતદાર, નેત્રંગ (ભરૂચ) થી SLAO, GIDC ભરૂચ તરીકે નિમણૂંક.
* જે. વી. પાંડવ: મામલતદાર, ખાનપુર-બાકોર (મહીસાગર) થી SLAO, કલેક્ટર કચેરી, હિંમતનગર ખાતે બદલી.
* ઉમંગ પટેલ: ડેપ્યુટી કલેક્ટર-૨, મોરબીથી ડેપ્યુટી કલેક્ટર-૧, મોરબી તરીકે મુકાયા.
* નેહાબેન એચ. પંચાલ: ડેપ્યુટી ડીડીઓ, વડોદરાથી પ્રાંત અધિકારી, હાલોલ (પંચમહાલ) તરીકે નિમણૂંક.
* એ. પી. વ્યાસ: ડેપ્યુટી ડીડીઓ, ભાવનગરથી પ્રાંત અધિકારી, ભાવનગર તરીકે બદલી.
* યુ. વી. પટેલ: જિલ્લા પુરવઠા અધિકારી, ડાંગથી પ્રાંત અધિકારી, આહવા (ડાંગ) તરીકે મુકાયા.
આ આદેશની નકલ રાજ્યના તમામ સંબંધિત વિભાગો, કલેક્ટર કચેરીઓ અને તિજોરી અધિકારીઓને જરૂરી કાર્યવાહી અર્થે રવાના કરી દેવામાં આવી છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
