<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

સુરતના વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજમાં અચાનક આગ લાગતા કેમ્પસમાં અફરાતફરી મચી

ACના વાયરિંગ કેબલમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી જેના પગલે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં અચાનક આગ લાગતા કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ACના વાયરિંગ કેબલમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા વેસુ અને ભીમરાડ ફાયર વિભાગના ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેને લઈ સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

 

(6:32 PM IST)