તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મોટાપાયે ફેરફાર : મામલતદાર કક્ષાના 12 અધિકારીઓની બદલી અને 32 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપી વિવિધ જિલ્લાઓમાં નિમણૂંક અપાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર હિતમાં 49 જેટલા અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જારી કરાયા.: ચૂંટણી લક્ષી કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન અને જનસંપર્ક અધિકારી તરીકેની મહત્વની જવાબદારીઓ સોંપાઈ

ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 27.03.2026ના રોજ એક મહત્વની અધિસૂચના બહાર પાડીને રાજ્યમાં મામલતદાર સંવર્ગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના ઉપસચિવ પૂજા ઉપાધ્યાયના હસ્તાક્ષરથી બહાર પડેલા આ આદેશમાં 12 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે 32 નાયબ મામલતદારોને કામચલાઉ ધોરણે બઢતી આપી મામલતદાર તરીકે નવી નિમણૂંક આપવામાં આવી છે. આ ઉપરાંત અગાઉના બઢતીના હુકમોમાં 5 અધિકારીઓના કિસ્સામાં આંશિક સુધારા પણ કરવામાં આવ્યા છે.
મામલતદાર સંવર્ગના અધિકારીઓની બદલીની વિગત:
જાહેર હિતમાં બદલી કરવામાં આવેલ મામલતદારોની યાદી નીચે મુજબ છે:
* કે.એમ.રાજપૂત: પ્રતીક્ષા હેઠળથી બદલી કરી જનસંપર્ક અધિકારી, જી. ભરૂચ.
* રાજેશ કે. પટેલ: મામલતદાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગાંધીનગરથી બદલી કરી મદદનીશ નિયામક (ફરિયાદ), મુખ્યમંત્રી હેલ્પલાઇન એકમ, ગાંધીનગર.
* રુકસાનાબીબી એચ. શેખ: ચિટનીસ-પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, દાહોદથી બદલી કરી મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, દાહોદ.
* નીતાબેન મોહનલાલ સોયંતર: ચિટનીસ-પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, માંડવી (સુરત)થી બદલી કરી મામલતદાર, ચૂંટણી, છોટાઉદેપુર.
* ભરતસિંહ અર્જુનસિંહ ચાવડા: મામલતદાર, રાધનપુર (પાટણ)થી બદલી કરી મામલતદાર-PSO-iORA, મહેસૂલ તપાસણી કમિશનર કચેરી, ગાંધીનગર.
* સંગીતાબેન મધુભાઈ દેસાઈ: મામલતદાર, વિજયનગર (સાબરકાંઠા)થી બદલી કરી મામલતદાર, SSNNL, ગાંધીનગર.
* પ્રકાશ એચ. પટેલ: મામલતદાર, છોટાઉદેપુરથી બદલી કરી મામલતદાર, વિજયનગર (સાબરકાંઠા).
* ધવલકુમાર કાંતિલાલ પરમાર: મામલતદાર-PSO-iORA, મહેસૂલ તપાસણી કમિશનર કચેરી, ગાંધીનગરથી બદલી કરી મામલતદાર, SSRD, અમદાવાદ.
* મીનાબેન જી. પટેલ: મામલતદાર, વાગરા (ભરૂચ)થી બદલી કરી મામલતદાર-PSO-iORA-કલેક્ટર કચેરી, વડોદરા.
* સમર્થ કિરીટકુમાર બ્રહ્મભટ્ટ: મામલતદાર, આણંદ-સીટીથી બદલી કરી મામલતદાર, કડી (મહેસાણા).
* કુ. માધવી બી. પટેલ: મામલતદાર, કડી (મહેસાણા)થી બદલી કરી ચિટનીસ, બનાસકાંઠા.
* નિલેશકુમાર તેજલ માલવીયા: મામલતદાર, સાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (ડાંગ)થી બદલી કરી મામલતદાર, ચૂંટણી, વડોદરા.
નાયબ મામલતદારમાંથી મામલતદાર તરીકે બઢતી મેળવનાર અધિકારીઓ:
નીચે દર્શાવેલ નાયબ મામલતદારોને હંગામી ધોરણે બઢતી આપી મામલતદાર તરીકે નિમણૂંક આપવામાં આવી છે:
* શ્રીપાલકુમાર મહેન્દ્રભાઈ વૈષ્ણવ: મહેસાણાથી બદલી કરી મામલતદાર, લેન્ડ એકવીઝીશન, રાજકોટ.
* મહાવીરસિંહ રમણસિંહ સોલંકી: અરવલ્લીથી બદલી કરી મામલતદાર, ચૂંટણી, સાબરકાંઠા.
* રતનસિંહ મહેન્દ્રસિંહ રાજપૂત: સાબરકાંઠાથી બદલી કરી મામલતદાર, ચૂંટણી, અરવલ્લી.
* હર્ષા કેશુભાઈ દેસાઈ: અરવલ્લીથી બદલી કરી એરિયા મામલતદાર, અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી, બનાસકાંઠા.
* પ્રકાશગીરી યશવંતગીરી બાવા: મહેસાણાથી બદલી કરી મામલતદાર, કલેક્ટર કચેરી-1, વાવ-થરાદ.
* સ્મૃતિ માનસિંહ ગોહિલ: સુરતથી બદલી કરી મામલતદાર, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA).
* અમરજીતસિંહ સંતોકસિંહ દિવાન: ભાવનગરથી બદલી કરી મામલતદાર, ચૂંટણી, જામનગર.
* મહાદેવભાઈ જાદવભાઈ નાકીયા: સુરેન્દ્રનગરથી બદલી કરી મામલતદાર, ચૂંટણી, દેવભૂમિ દ્વારકા.
* શક્તિસિંહ અશોકસિંહ ઝાલા: મોરબીથી બદલી કરી મામલતદાર, ચૂંટણી, ભાવનગર.
* અભિષેક પૂનમચંદ પટેલ: સુરતથી બદલી કરી મામલતદાર, ચૂંટણી, વલસાડ.
* ફાલ્ગુનીબેન ગુલાબભાઈ પટેલ: વલસાડથી બદલી કરી જનસંપર્ક અધિકારી, નવસારી.
* વિરલકુમાર ઉમંગભાઈ વસાવા: નર્મદાથી બદલી કરી મામલતદાર, વાગરા (ભરૂચ).
* આનંદ રમેશભાઈ કુમાર: ભરૂચથી બદલી કરી મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, તાપી.
* જેનિસ મનહરભાઈ ગમેતી: સાબરકાંઠાથી બદલી કરી એરિયા મામલતદાર, શામળાજી ડેવલપમેન્ટ ઓથોરિટી, અરવલ્લી.
* શૈલેષ બચુભાઈ ડામોર: અમદાવાદથી બદલી કરી મામલતદાર, લખતર (સુરેન્દ્રનગર).
* પંકજકુમાર માધવલાલ મનાત: અરવલ્લીથી બદલી કરી વધારાના ચિટનીસ, સાબરકાંઠા.
* શૈલેષકુમાર શંકરભાઈ એદ: દાહોદથી બદલી કરી વધારાના ચિટનીસ, પંચમહાલ.
* નૈમિષા મનજીભાઈ વસૈયા: અમદાવાદથી બદલી કરી સ્પેશિયલ મામલતદાર (બજેટ), લેન્ડ રિફોર્મ્સ, ગાંધીનગર.
* ચિરાગકુમાર નરુભાઈ કામોલ: વડોદરાથી બદલી કરી મામલતદાર, ડેડીયાપાડા (નર્મદા).
* ભાવેશ કાનજીભાઈ વરસાત: ગાંધીનગરથી બદલી કરી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન કોર્ટ નં.1, અમદાવાદ.
* અલ્કેશભાઈ વલાભાઈ વલવાઈ: મહીસાગરથી બદલી કરી ચિટનીસ, મધ્યાહન ભોજન યોજના, ગાંધીનગર.
* સંજય લિંબાભાઈ ખરાડી: અમદાવાદથી બદલી કરી વધારાના ચિટનીસ, સુરેન્દ્રનગર.
* સુનીલકુમાર ચીમનભાઈ સંગાડા: મહીસાગરથી બદલી કરી મામલતદાર, સિંગવડ (દાહોદ).
* હેતલબાલા ચંદુભાઈ ભાભોર: વડોદરાથી બદલી કરી મામલતદાર, છોટાઉદેપુર.
* પ્રતીકસિંહ ચીમનભાઈ ગમેતી: વલસાડથી બદલી કરી મામલતદાર, PSO-iORA, મહેસૂલ તપાસણી કમિશનર કચેરી, ગાંધીનગર.
* કમલેશકુમાર પુનાજી ખરાડી: સાબરકાંઠાથી બદલી કરી મામલતદાર, PSO-iORA, મહેસૂલ તપાસણી કમિશનર કચેરી, ગાંધીનગર.
* અલ્પેશ પ્રતાપસિંહ પરમાર: અમદાવાદથી બદલી કરી મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મોરબી.
* સનદ અર્જુનભાઈ રાઠવા: છોટાઉદેપુરથી બદલી કરી મામલતદાર, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA).
* સાવનકુમાર ડાહ્યાભાઈ મહેતા: ભરૂચથી બદલી કરી મામલતદાર, મધ્યાહન ભોજન, કલેક્ટર કચેરી, ડાંગ.
* જયશ્રી જામુભાઈ વસાવા: વડોદરાથી બદલી કરી મામલતદાર, ચૂંટણી, સુરત.
* સંજયકુમાર રામાભાઈ વસાવા: નર્મદાથી બદલી કરી મામલતદાર, ચૂંટણી, ભરૂચ.
* દીપિકા કાંચીભાઈ ચૌધરી: તાપીથી બદલી કરી મામલતદાર, ચૂંટણી, ડાંગ.
અગાઉના બઢતી હુકમમાં સુધારા
વિભાગ દ્વારા અગાઉ તા. 13/02/2026ના રોજ કરવામાં આવેલા બઢતીના આદેશોમાં નીચે મુજબના પાંચ ફેરફાર કરવામાં આવ્યા છે:
* સવસીભાઈ રણછોડભાઈ પટેલ: મામલતદાર (વહીવટ-રાહત), નિયામક રાહતની કચેરી, ગાંધીનગર.
* હરદીપસિંહ ભૂપતસિંહ સોલંકી: મામલતદાર, ચૂંટણી, નર્મદા.
* હિતેન્દ્રકુમાર મસોતભાઈ ચૌધરી: મામલતદાર, ચૂંટણી, વાવ-થરાદ.
* નીરવ વિજયકુમાર દવે: મામલતદાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગાંધીનગર.
* સોનલ ઉમેશ સંગાણી: મામલતદાર, વિજિલન્સ સેલ, સુરત.
આ તમામ બઢતીઓ હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પડતર વિવિધ પીટીશનોના આખરી ચુકાદાને આધીન રહેશે. સંબંધિત કલેક્ટર કચેરીઓએ આ કર્મચારીઓ સામે કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ પડતર નથી તેની ખાતરી કરવાની રહેશે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
