News of Friday, 27th March 2026
વલસાડના ઉમરગામના સંજાણમાં બંદર રોડ પર બંગલામાં વૃદ્ધાને બંધક બનાવી રોકડ અને સોનાના દાગીનાની લૂંટ
ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો:સમગ્ર લૂંટની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં બંદર રોડ પર આવેલી બંગલાઓને નિશાન બનાવી લૂંટની સનસનીખેજ ઘટના સામે આવી છે. લૂંટારુઓએ એક બંગલામાં રહેતા વૃદ્ધાને હથિયારની અણીએ બંધક બનાવી ઘરેથી અંદાજે ₹90,000 રોકડા તેમજ સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર લૂંટની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
