News of Friday, 27th March 2026
ડીસામાં સર્વોદય બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતા એક મહિલાને ઈજા
મહિલા બેંકની બહાર રિક્ષામાં બેઠા હતી અને ગાર્ડ પોતાની બંદૂક ખભે ચઢાવવા જઈ રહ્યો હતો ત્યારે ગોળી છૂટી

બનાસકાંઠાના ડીસામાં સર્વોદય બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતા એક મહિલાને ઈજા થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા બેંકની બહાર રિક્ષામાં બેઠા હતી અને ગાર્ડ પોતાની બંદૂક ખભે ચઢાવવા જઈ રહ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવેલ છે. આ મામલે પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
