News of Friday, 27th March 2026
કોબા ખાતે ભવ્ય 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ' તૈયાર: દુર્લભ કલાકૃતિઓ અને ઐતિહાસિક વિરાસત દર્શાવતી સાત આધુનિક ગેલેરીઓનું નિર્માણ
ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરમાં ઉમેરાશે વધુ એક સીમાચિહ્ન: વડાપ્રધાન મોદી ૩૧મી માર્ચે આ ઐતિહાસિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે

ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક કોબા ખાતે જૈન ધર્મના મહાન રક્ષક અને મૌર્ય વંશના શાસક સમ્રાટ સંપ્રતિની સ્મૃતિમાં એક અત્યંત ભવ્ય અને વિશાળ 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ' તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ ઉજાગર કરતા આ મ્યુઝિયમનું ઔપચારિક ઉદ્ઘાટન આગામી ૩૧ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
આ નવનિર્મિત સંગ્રહાલયમાં કુલ ૭ અત્યાધુનિક ગેલેરીઓ બનાવવામાં આવી છે, જેમાં પ્રાચીન ભારતની અતિ દુર્લભ કલાકૃતિઓ, હસ્તપ્રતો અને શિલ્પો પ્રદર્શિત કરવામાં આવશે, જે મુલાકાતીઓને એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવશે.
આ મ્યુઝિયમ યુવા પેઢીને સમ્રાટ સંપ્રતિના અહિંસા અને ધર્મ પ્રત્યેના સમર્પણ વિશે માહિતગાર કરશે. પીએમ મોદીના આગમનને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
