તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 28th March 2026
ભૂપેન્દ્રભાઈના હસ્તે ૧૩.૯૬ લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અન્વયે રૂ.૩૫૪ કરોડની શિષ્યવળત્તિનું DBTથી વિતરણ કર્યુ
વડાપ્રધાનના ભગીરથ પ્રયાસોને પરિણામે આજે રાજ્યમાં દિકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટીને માત્ર બે ટકા પર પહોંચ્યોઃ ભૂપેન્દ્રભાઈ પટેલ : શાળા કક્ષાએ SSIP અંતર્ગત રૂ. ૨૦ હજાર સુધીની ગ્રાન્ટ આપીને વિદ્યાર્થીઓમાં ઉદ્યમ સાહસિકતા પ્રત્યે રૂચિ વિકસાવવાનો ભગીરથ પ્રયાસઃ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા

અમદાવાદ તા.૨૮: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વસ્પર્શી અને ગુણવત્તાયુક્ત બનાવવાના સંકલ્પ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં શિષ્યવળત્તિ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્રાયક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે SSIP 2.O, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના અંદાજે ૧૩.૯૬ લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં DBTના માધ્યમથી રૂ. ૩૫૪ કરોડની શિષ્યવળત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં કન્યાઓના ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારવા તથા વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે દિકરા-દિકરીઓનો ઝોક વધે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૨૭.૬૧ લાખ વિદ્યાર્થીઓને આ યોજનાઓ પેટે ૧૮૭૧.૭૮ કરોડ રૂપિયાની સહાય આપી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૧માં જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવીને કન્યા શિક્ષણની જ્યોત જગાવવા ગામેગામ જઈને શિક્ષણની ભિક્ષા માંગી હતી. અગાઉ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૪-૩૮ ટકા જેટલો હતો, તે આજે ઘટીને માત્ર ૨ ટકા પર આવી ગયો છે. આજે રાજ્યની શાળાઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી વર્લ્ડક્લાસ સુવિધાઓથી સજ્જ બની છે. જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ મળતું થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત સતત પાંચ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ પ્રથમ નંબરે છે, રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને શાળા અભ્યાસકાળથી જ ઇનોવેશન માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું છે.
તેમણે આ સંદર્ભમાં SSIP 2.O અન્વયે વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન સહાયના ચેકનું વિતરણ પણ કર્યુ હતુ. આવા ૭૩૫ યુવા વિદ્યાર્થીઓને કુલ ૬૯.૬૯ લાખની સહાય અપાઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને વડીલ વાત્સલ્ય ભાવે પ્રેરણા આપતા કહ્યુ કે, વિદ્યાર્થીકાળમાં સોશિયલ મિડીયાનો મર્યાદિત સમય માટે ઉપયોગ થાય અને અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રીત થાય તેવું આચરણ બાળકોને કરવું જોઈએ.
શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ કહ્યું હતું કે, બાળકને સમાન અને વિશ્વસ્તરીય શિક્ષણ આપીને ગુજરાત વિકસિત ભારતક્૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા મજબૂત આધારસ્તંભ બન્યું છે. સ્ટાર્ટઅપ એટલે ઉદ્યેગ સાહાસિકતા-એન્ટરપ્રેન્યો રશિપની દિશામાં સતત પ્રયત્ન છે. રાજ્યના જે ૭૩૫ સ્ટાર્ટઅપ ઇનોવેશન આઈડિયા પસંદ થયા છે અને તેના પર કામ કરવા છે એ તમામ ૧,૪૦૦થી વધારે વિદ્યાર્થીઓની સ્ટાર્ટઅપ સફર શરૂ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, ગુજરાત એ એવું રાજ્ય બન્યું છે કે જે શાળા કક્ષાએ સ્ટાર્ટઅપ ઇનોવેશનના આઈડિયા પર રૂ. ૨૦ હજાર સુધીની ગ્રાન્ટ આપે છે જેનો મૂળ હેતુ શાળાથી જ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા ઙ્કત્યે રૂચિ વિકસાવવાનો છે.
શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ કહ્યું હતું કે, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી છેલ્લા બે વર્ષમાં શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે આ યોજનાની સફળતા દર્શાવે છે. આ સફળતાને ધ્યાનમાં લઈ અને આગામી વર્ષમાં બંને યોજનાઓ માટે મુખ્યમંત્રીશ્રીના નેતળત્વમાં સરકાર દ્વારા રૂ. ૧,૫૦૦ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
કાર્યક્રમના અંતે કમિશનર શાળાઓની કચેરીના નિયામક શ્રી રચિત રાજે આભારવિધિ કરી હતી. SSIP 2.0 અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓએ કરેલા નવીન ઇનોવેશન વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રણજીતકુમાર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત રૂબરૂ અને વર્ચ્યુઅલ માધ્યમથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
