<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

યુદ્ધની અસર ‘ચાની ચુસ્‍કી' પરઃ ઓફિસોમાં ચા વિનાનો ‘ચા બ્રેક'

કેટલીક ચાની કીટલી બંધ, ઘરે અથવા કોલસા પર ચા બનાવવાની નોબત, કામ વચ્‍ચે સમયચોરી ચાની લારી પર પહોંચતા કર્મીઓ ઉદાસ

સુરત,તા.૨૮: મધ્‍યપૂર્વમાં વધતા તણાવ અને ઈરાન, ઈઝરાયલ, અમેરિકા વચ્‍ચેની યુદ્ધ જેવી પરિસ્‍થિતિનો પ્રભાવ હવે માત્ર વૈશ્વિક રાજનીતિ કે ઈધણ બજાર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ સામાન્‍ય લોકોના દૈનિક જીવન સુધી પહોંચી ગયો છે. ગેસ પુરવઠાની ખેંચતાણ અને પેટ્રોલ-ડીઝલને લઈને ફેલાયેલી અફવાઓએ જનમાનસમાં ચિતા ફેલાવી દીધી છે. આ સ્‍થિતિમાં હવે એક નવાઈ પમાડે તેવી ચર્ચા અને ચિતા શહેરમાં શરૂ થઇ છે. જ મુજબ,ગેસના બાટલાની પળોજણ વચ્‍ચે ચાની ચુસ્‍કી ગાયબ થવાની અથવા તો તેને સીધી અસર થવાની સ્‍થિતિ સર્જાઇ છે.

સામાન્‍ય રીતે સરકારી, અર્ધસરકારી અને કોર્પોરેટ કચેરીઓમાં ઓમાં ચા માત્ર પીણું નથી, પરંતુ ચર્ચા, બેઠક અને સંબંધોને મજબૂત બનાવતું એક માધ્‍યમ છે. અધિકારીઓ અને કર્મચારીઓ વચ્‍ચેની ચર્ચા હોય કે અરજદારો સાથેની મુલાકાત, ચા એમાં સેતુનું કામ કરે છે. મિત્ર સમા કર્મચારી, અધિકારીઓ સાથે લાંબી ચર્ચા કરવા માટે ચા મોટો સહારો બને છે, પરંતુ છેલ્‍લા કેટલાક દિવસોમાં આ પરંપરામાં ખલેલ પડી રહી છે. ખાસ કરીને સુરત શહેરમાં અનેક કચેરીઓની આસપાસ આવેલી ચાની કીટલીઓ પર તાળા લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ, આ પરિસ્‍થિતિનું મુખ્‍ય કારણ ગેસના બાટલાની અછત છે. સામાન્‍ય રીતે એક ગેસ બાટલો ૮થી ૧૦ દિવસ સુધી ચાલે છે, પરંતુ છેલ્‍લા ૧૦ દિવસથી સર્જાયેલી સ્‍થિતિમાં ચાની કીટલી અસરગ્રસ્‍ત થઇ છે.

પરિણામે, કેટલીક કીટલીઓએ નાછૂટકે દુકાન બંધ રાખવી પડી છે, જયારે કેટલીક કીટલી પર થરેથી ચા બનાવી લાવી વેચવાનો વિકલ્‍પ અપનાવ્‍યો છે. તો કેટલાકે કોલસાના ચૂલા પર ચા બનાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, કોલસાની ચાનો સ્‍વાદ ગેસ જેવો ન હોવાથી અસંતોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર પરિસ્‍થિતિએ કચેરીઓમાં એક પ્રકારની સૂસ્‍તીનો માહોલ સર્જ્‍યો છે. જ્‍યાં ચાની એક કપ સાથે ઊર્જા અને ચર્ચાનો પ્રવાહ વહેતો હતો, ત્‍યાં હવે ખાલી કપ અને નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. યુદ્ધની અસર હવે 'ચાની ચુસ્‍કી ર્ં સુધી પહોંચી ગઈ છે અને વિવિધ કચેરીઓ માટે આ ચિંતાનો વિષય બન્‍યો છે. મુલાકાતીઓ, કર્મચારી-અધિકારી મિત્રોને ચાની ચુસ્‍કી વિના જ ચર્ચા કરવાની નોબત આવી છે.

ખાસ મુલાકાતીઓને બ્‍લેક કોફી અને ગ્રીન ટીની ઓફર સરકારી, અર્ધ સરકારી, કોર્પોરેટ કચેરીઓ, મોર્નિગ-ઇવનિગ બેઠકો પર ચાની ચુસ્‍કીએ ચાના રસિયાઓમાં ચિંતા જગાડી છે. બીજીબાજુએ કચેરીઓમાં ખાસ મુલાકાતીઓ સાથે લાંબી લાંબી વાતો કરવાની હોય ત્‍યારે બ્‍લેક કોફી અને ગ્રીન ટીની ઓફર થઇ રહી છે. દિલની અને કામગીરીની વાતો કરવા માટે બ્‍લેક કોફી અને ગ્રીન ટીનો સહારો લેવાઇ રહ્યો છે. હેલ્‍થ કોન્‍શિયસ મુલાકાતીઓ બ્‍લેક કોફી અને ગ્રીન ટી પીતા અચકાતા નથી, પરંતુ રોજીંદા મુલાકાતીઓ અથવા કર્મચારી મિત્રોએ મોથું મચકાવતા બ્‍લેક કોફી અને ગ્રીન ટી પીવાની નોબત આવી છે.

(10:07 AM IST)