તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 28th March 2026
ગુજરાતના કેમિકલ સેકટરની સપ્લાય ચેન ખોરવાઈ
યુધ્ધને કારણે કેટલીક કંપનીઓનું મિથાઇલ, ઈથાઈલ એમાઇન, ડેરિવેટિવ્સનું ઉત્પાદન ખોરવાયું : એમાઇનની તંગીના કારણે એગ્રોકેમિકલ્સ,ફાર્મા, પર્સનલ કેર એકમોને ભારે અસરઃકોરોનામાં જેવી રાહતો હાલની સ્થિતિમાં જાહેર કરવાની પણ માગણી ઉઠી

વડોદરા,તા.૨૮: ઇઝરાયેલ- અમેરિકા. ઇરાન યુધ્ધને એક મહિનો થવા આવ્યો છે, ઈરાન દ્વારા હોમુંઝની ખાડી માર્ગમાંથી જહાજોની હેરફેર લગભગ થંભી જવાના કારણે કુંડ, ગેસની આઘાતમાં ભારે ઘટાડો થયો છે ત્યારે ગુજરાતના કેમિકલ સેકટરની સપ્લાય ચેન ખોરવાઇ જવા પામી છે. જેના પગલે વડોદરા, પાદરા, નંદેશરી, દહેજ, અંકલેશ્વર, મંજુસર - સાવલી, પાનોલી. વાપી સહિતની ઔધોગિક વસાહતમાં આવેલી કેમિકલ કંપનીઓની સપ્લાય ચેન ખોરવાઈ જવા પામી છે. બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાશમાં લેવામાં આવતા ગેસનો પુરવઠો પણ ઘટી જવા કારણે થણી કંપનીઓમાં ઉત્પાદન પક્રિયા ગણનાપાત્ર રીતે ખોરવાઈ જવા પામી છે.
કેમિકલ કંપનીઓની આર્થિક હાલત કફોડી બની જવા પામી છે, એક તરફ કાચોમાલની કિમતમાં ૫૦ ટકાથી ૫૫ ટકાનો વધારો થવા છતાં પુરતા પ્રમાણમાં ન મળવા, બીજી તરફ ઔદ્યોગિક ઘેલાણી પુરવઠો ઘટી જતાં કેમિકલ સેક્ટરના નાના મોટા એકમોમાં કટોકટી સર્જાઈ છે. સપ્લાય ચેન ખોરવાઇ જવાની સાથે સાથે લોજાિસ્ટિક ખર્ચમાં વધારો થયો છે. કેમિકલ એકમો હાલમાં સખ્ત નાણાં ભીડ અનુભવી રહ્યા છે. વર્કિગ કેપિટલની કટોકટી પણ આ એકમોમાં હાલ જોવા મળી રહી છે. કોરોના સમયમાં જે રીતે સરકારે વર્કિગ કેપિટલ અંગેની રાહતો જાહેર કરી હતી તેવી રાહતો હાલની સ્થિતિમાં જાહેર કરવાની પણ માગણી ઉઠી છે.
વડોદરા દેશમાં પેટ્રોકેમિકલ અને કેમિકલને સેકટરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કુડ અને નેચરલ ગેસ તથા પેટ્રોકેમિકલ ઉત્પાદનો હોમુંઝની ખાડી માર્ગે આયાત થાય છે. ઓમાન, સાઉદી અરેબિયા, કતારમાંથી એમોનિયાની આયાત થાય છે. હાલમાં દેશોમાં હુમલા થઈ રહ્યા હોવાના કારણે ભારતની આયાતમાં ભારે ઘટાડો થયો છે.
ફર્ટિલાઇઝરના ઉત્પાદનમાં વપરાતા એમોનિયાની આયાત પણ ગણનાપાત્ર રીતે ઘટી જવા પામી છે. એક તરફ એમોનિયાની અછત અને બીજી તરફ નેચરલ ગેસનો પુરવઠો પુરતા પ્રમાણમાં ન મળતા ઘણા એકમોને આગામી સમયમાં ઉત્પાદન ચાલુ રહેશે કે કેમ ? તેવો પશ્ન જોવા મળી રહ્યો છે.
મુંબઈની એક અગ્રણી કંપનીએ તો મિસાઈલ - ઇથાઇલ એમાઈનનું અને ડેરિવેટિવ્સનું ઉત્પાદન એમોનિયા ગેસ ન મળવાના કારણે બંધ કરી દીધું છે. આ કંપનીના ત્રણ પ્લાન્ટ છે. બીજી એક એમોનિયા ઉત્પાદક કંપનીએ પણ એમોનિયા ન મળતાં ઉત્પાદન બંધ કર્યું છે.
એમાઇન્સની તંગીના કારમએ એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને પર્સનલ કેર ઇન્ડસ્ટ્રિઝને પણ હાલની રિસ્થતિમાં ભારે પ્રત્યાઘાતી અસર પડી છે.
સૂત્રો જણાવે છેકે,એમોનિયાને સંગ્રહકરવો સરળ હોતો નથી. જે કંપની એમોનિયા ખરીદે તેને તેનો તત્કાળ ઉપયોગ કરવો પડતો હોય છે. કેટલીક ફર્ટિલાઇઝર કંપનીઓએ એમોનિયાની અછતના કારણે તેમની ઉત્પાદન સાયકલમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. યુરિયાના ઉત્પાદનમાં પણ એમોનિયાનો ઉપયોગ થતો હોય છે. કેટલીક કંપનીઓને યુરિયાના ઉત્પાદનના અંદાજ પણ બદલવા પડયા છે. એશિયન ચેનુલર યુરિયાના ભાવ પણ ૪૦ ટકા ઉપરાંત વધી જવા પામ્યા છે
નેપ્થા, ઇથિલીન, બેન્ઝિનના ભાવમાં વધારો
તાજેતરમાં નેપ્ચા, ઇથિલીન, બેન્ઝિનના ભાવમાં વધારો થયો હોવાના અહેવાલ છે. આ તમામ ઉત્પાદનો કુંડના ભાવને સંલગ્ન હોય છે. ૮૭.૭ ટકા મિથેલોન પણ ભારતમાં હોમુંઝની ખાડી માર્ગે આયાત થાય છે. હાલમાં આ માર્ગમાંથી વહાણો ઘણા જ વિલંબથી આવી રહ્યા છે. જેના કારણે ઓટોમોટિવ, કુલન્ટ અને પોલીસ્ટર ઉત્પાદનોના ભાવમાં જંગી વધારો થયો છે. પીપી, પીવીસીના ભાવ વધ્યા છે.
કોન્ટ્રાકટ કામદારોની રોજગારી ભયમાં
નાના કેમિકલ એકમોમાં આર્થિક સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ યુધ્ધ લાંબુ ચાલે તો ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ભાગરૂપે પણ કોન્ટ્રાક્ટ કામદારોની સંખ્યા ઘટાડવામાં આવે અથવા તો રોટેશનમાં તેમને બોલાવવામાં આવે તેમ મનાય છે. આમ આવનારા દિવસો શ્રમજીવીઓ માટે પણ કપરા આવી રહ્યા હોવાના એંધાણ છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
