News of Saturday, 28th March 2026
નકલી પોલીસની ટોળકીમાં સામેલ રાજકોટની મહિલાની ધરપકડ કરાઈ
બાયો સેક્સ્યુઅલ યુવકને હનીટ્રેપમાં ફસાવીને લૂંટનો બનાવ : અગાઉ રાજકોટ ગ્રામ્યના મેટોડા પોલીસ સ્ટેશનમાં પણ આ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો

વડોદરા,તા.૨૮: શહેરના એક બાયો સેક્સ્યુઅલ યુવકને હનીટ્રેપમાં ફસાવીને પોલીસના સ્વાંગમાં રૂ. ૧.૭૫ લાખના દાગીના પડાવી લેનારી ટોળકી રાજકોટની હોવાની હકીકત પાણીગેટ પોલીસની તપાસમાં ખૂલી છે. આ ટોળકીમાં સામેલ એક મહિલા આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વડોદરામાં હનીટ્રેપ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું હતું ત્યારે આ મહિલા મિટિગમાં હાજર હતી. મહિલાનો પતિ અને દિયર પણ ગેંગમાં સામેલ છે. જે બંને સહિત કુલ પાંચ જણાંને વોન્ટેડ દર્શાવ્યા છે. રાજકોટથી વડોદરા ખાતે આવવા માટે ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસે કબજે કરી છે. ઉપરોક્ત આરોપીઓની ટોળકી સામે અગાઉ રાજકોટ ગ્રામ્યના મેટોડા પોલીસ
સ્ટેશનમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હતો. આ કિસ્સામાં ભોગ બનનાર યુવક બાયો સેક્સ્યુઅલ છે. ઓન લાઈન ચાલતી એક એપ્લિકેશન મારફતે આરોપી નિકુંજ ગોંડલીયા રહે, ચીચોડ, રાજકોટ) સાથે પરિચય થયો હતો. નિકુંજ પણ પણ કાવતરાખોરો પૈકીનો એક છે. ભોગ બનનારને વાઘોડિયા રોડ, ઉમા ચાર રસ્તા પિત્ઝા આઉટલેટ પાસેના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફલેટમાં લઈ જવાયો હતો. નિકુંજ અને ભોગ બનનાર ફલેટમાં પહોંચે તે પહેલાં કાવતરાખોરો ફલેટના બીજા કમરામાં સંતાઈ ગયા હતા. જે લોકોએ મોબાઈલ ફોનથી ભોગ બનનાર તથા તેના પાર્ટનરના ન્યૂડ વીડિયો બનાવ્યા હતા.
આરોપીઓએ પોલીસ તરીકે ઓળખ આપી હતી અને રૂ. ૧.૭૫ લાખની કિમતના સોનાના દાગીના બળજબરી પૂર્વક કઢાવ્યા હતા. પાણીગેટ પી.આઈ. એ.બી. પટેલ આ કેસની તપાસ ચલાવી રહ્યાં છે. ટેફનિકલ સોર્સિસની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપીઓ હાઈવે પરની એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તપાસ કરતાં ટોળકીએ હોટલમાંથી ચેકઆઉટ કર્યું હતું પરંતુ ત્યાંથી આધાર કાર્ડની વિગતો અને કાર નંબર મળ્યો હતો. કાર માલિકનું લોકેશન રાજકોટ શહેરના ખોડિયાર ચોક પાસેનું નીકળ્યું હતું. પોલીસની એક ટીમ રાજકોટ પહોંચી હતી અને કાર માલિક મૂમતાઝ યોગેશ ઉર્ફે રાકેશ રામસિગ શીંગર (રાજપૂત) (રહે, ઝડેશ્વર પાર્ક, ખોડિયાર ચોક, રાજકોટ)ની અટકાયત કરવામાં આવી હતી.
મહિલા આરોપીની પૂછપરછમાં સમગ્ર હકીકત સપાટી ઉપર આવી હતી. મહિલા આરોપીના પતિ યોગેશ ઉર્ફે રાકેશ રામસિગ શીંગર (રાજપૂત) તથા દિયર જનક રામસિગ શીંગર પણ ટોળકીમાં સામેલ હતા. પાણીગેટ પોલીસે આરોપી તરીકે યોગેશ ઉર્ફે રાકેશ રામસિગ શીંગર (રાજપૂત) (રહે, ઝડેશ્વર પાર્ક, ખોડિયાર ચોક પાસે,રાજકોટ), નિકુંજ નરોત્તમબાપુ ગોંડલિયા (રહે, ચીચોડ, રાજકોટ), જનક રામસિગ શીંગર (રહે, ગુજરાત હાઉસિગ બોર્ડ, કોઠારિયા, રાજકોટ), કેતન ઉર્ફે ચેતન મુકેશ દેગામા (રહે, હુડકો ચોકડી, રાજકોટ) તથા એક અજાણ્યો શખસને વોન્ટેડ દર્શાવ્યા છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
